________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
ભોજનને, (ૐ) ચોરી વિગેરે જે કર્યું હોય તેને, (પહિસેવિય) મૈથુનાદિ જે સેવ્યું હોય તેને, (ગવીમાં) પ્રગટ કાર્યને, (હોમં) અને ગુપ્તકાર્યને પ્રભુ જાણે છે, દેખે છે. વળી પ્રભુ કેવા ? - (મા) ત્રણે જગતને હાથમાં રહેલા આમળાની પેઠે દેખી રહેલા હોવાથી નથી રહેલું કાંઈ પણ ગુપ્ત જેમને એવા (સરહસ્યમાગી) અને જઘન્યથી પણ કરોડ સંખ્યાના દેવો વડે સેવાતા હોવાથી એકાંત એટલે એકલાપણાને ન ભજનારા એવા પ્રભુ (તે તે તું મળ-વય-હાયજ્ઞોને વટ્ટમાળાનું સર્વોપુ સવનીવાળું સમાવે) સર્વલોકને વિષે તે તે કાલે મને વચન અને કાય યોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વજીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને, (જ્ઞાળમાળે પાસમાળે વિજ્ઞ) જાણતા દેખતા રહે છે ।।૧૨૧॥
પ્રભુને કેવલજ્ઞાન થતાં ઇન્દ્રોનાં સિંહાસન ચલાયમાન થયાં. તેઓ અવધિજ્ઞાનથી શ્રીમહાવીર પ્રભુને કેવલજ્ઞાન થયેલું જાણી દેવોથી પરિવરેલા એવા તુરત આવ્યા, દેવોએ સમવસરણની રચના કરી. ‘અહીં કોઈ વિરતિને યોગ્ય નથી’ એમ જાણવા છતાં પ્રભુએ પોતાનો આચાર જાણી તે સમવસરણમાં બેસી દેશના આપી. તે વખતે કોઈને વિરતિ પરિણામ થયો નહિ, તેથી તે દેશના નિષ્ફળ થઈ. ત્યાં થોડો વખત દેશના આપીને પ્રભુ ત્યાંથી વિહાર કરી અપાપાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા.
હવે તે વખતે અપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે પોતાને ઘેર યજ્ઞ ક૨વા યજ્ઞક્રિયામાં વિચક્ષણ ઘણા બ્રાહ્મણોને બોલાવ્યા હતા. તેઓમાં ચૌદ વિદ્યાના પારગામી એવા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે વ્યાખ્યાનમ્
૩૩.