________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પીળા વર્ણવાળો થાય છે; તથા કફ કરનાર પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળો અથવા પાંડુ રોગવાળો 2િ ચતુર્થ થાય છે ll૧il
વ્યાખ્યાનનું ગર્ભવતી સ્ત્રી જો અતિ ખારા પદાર્થો ખાય તો ગર્ભના નેત્રને હરણ કરનારા થાય છે, અતિ ઠંડો આહાર ગર્ભને વાયુનો પ્રકોપ કરે છે, અતિ ગરમ આહાર ગર્ભના બળને હરે છે, અને અતિ વિષયસેવન ણી ગર્ભના જીવિતને હરે છે રા
વળી-મૈથુન સેવન, પાલખી વિગેરે યાન પર બેસીને મુસાફરી કરવી, ઘોડો, ઉંટ વિગેરે વાહન પર બેસવું, માર્ગમાં ઘણું ચાલવું, ચાલતાં સ્કૂલના પામવી-લચકાવું, પડી જવું, દબાવું. પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દોડવું, અથડાવું, ઉંચા-નીચે સૂવું, ઉંચી-નીચી જગ્યાએ બેસવું, સાંકડા સ્થાનમાં બેસવું, અથવા ઉભડક બેસવું, ઉપવાસ કરવા, વેગનો વિઘાત પામવો, અતિ લુખો આહાર કરવો, અતિ કડવા પદાર્થો વાપરવા, અતિ તીખા પદાર્થ વાપરવા, અતિશય ભોજન કરવું, અતિ રાગ કરવો, અતિ શોક કરવો, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિસાર રોગ થવો એટલે ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવો, હીંચકા ખાવા, અજીર્ણ થવું; વિગેરે કારણોથી ગર્ભ પડી જાય છે – ગળી જાય છે. તેથી તે ત્રિશલા ક્ષત્રિયાણી ઉપર બતાવેલાં કારણોને નહિ સેવતાં ગર્ભને પોષે છે.
૨૦૧
For Private and Personal Use Only