________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagarsuri Gyanmandit
RE
ચતુર્થ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
(સવાર્તાવિમૂસિયા) અને સર્વ અલંકારો વડે વિભૂષિત થઈ છતી (તં મં) તે ગર્ભનું નીચે બતાવેલા પ્રકારના આહારાદિથી પોષણ કરે છે (ના ) અતિ ઠંડા નહિ, (નાફ હિંદુ અતિ ગરમ નહિ, (નાતિત્તેéિ) અતિ તીખા નહિ, (નાફુટિં) અતિ કડવા નહિ, (નાફસાદું) અતિ તુરા નહિ, (નારુત્તેિëિ અતિ ખાટા નહિ, (નામદુરેટિં) અતિ મીઠા નહિ, (નાનિર્દે) અતિ ચિકાશવાળા નહિ, (નાનુafé) અતિ લુખા નહિ. (
નાન્સેëિ,) અતિ લીલા નહિ, (નાફસુવfé) અતિ શુષ્ક-સૂકા નહિ; આવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. અતિ ઠંડા, અતિ ગરમ, વિગેરે પ્રકારના આહારાદિ ગર્ભને હિતકારી નથી; કારણ કે તેમાં કેટલાએક વાયુ કરનારા, કેટલાએક પિત્ત કરનારા, અને કેટલાએક કફ કરનારા છે. વાગભટ્ટ નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે –
“वातलैश्च भवेद् गर्भ:, कुजा-ऽन्ध-जड-वामनः । पित्तलैः खलति: पिङ्गः, श्वित्री पाण्डुः कफात्मभिः ॥१॥ अतिलवणं नेत्रहरं, अतिशीतं मारुतं प्रकोपयति । अत्युष्णं हरति बलं, अतिकामं जीवितं हरति ॥२॥"
ગર્ભવતી સ્ત્રી જો વાયુ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ કુબડો એટલે ખુંધવાળો, આંધળો, જડબુદ્ધિવાળો એટલે મૂર્ખ, અને વામન એટલે ઠીંગણો થાય છે; પિત્ત કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ ટાલવાળો, અથવા
૨૦૦
For Private and Personal Use Only