________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ
કલ્પસૂત્ર ભાષાંતર
બહાદુર થશે, (વિવેત્તે) પરરાજ્યને આક્રમણ કરવામાં પરાક્રમવાળો થશે, (ત્યિપરિવર્તવત્ર વાણિજી અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેને એવો થશે, વળી તે પુત્ર કેવો થશે ?- (વાવેતરવિઠ્ઠી રઝવરું રાયા
વ્યાખ્યાનમ્ મવિસ૬) ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધનારો એવો રાજયનો સ્વામી ચક્રવર્તી રાજા થશે, નિને વા તેનાથી ઘમ્મરંતવઠ્ઠી) અથવા ત્રણે લોકનો નાયક ધર્મવરચાતુરંત ચક્રવર્તી થિથી એવો જિન થશે, એટલે ધર્મોને વિષે શ્રેષ્ઠ એવો ચાતુરંત ચક્રવર્તી સમાન થશે. જેમ ચક્રવર્તી પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે; તેમ તે પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે ન અતિશયવાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારો એવો જિન થશે.
તેમાં જિનપણાને વિષે ચૌદ મહાસ્વપ્નનાં પૃથફ પૃથક ફળ આ પ્રમાણે સમજવાં-ચાર દંતશૂલવાળો હાથી દેખવાથી ચાર પ્રકારે ધર્મ કહેશે ૧. વૃષભ દેખવાથી ભરતક્ષેત્રમાં બોધિબીજને વાવશે ૨. સિંહ જોવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથીઓ વડે ભંગાતા ભવ્યપ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારો થશે ૩. લક્ષ્મી મારે જોવાથી વાર્ષિક દાન આપીને તીર્થકરની લક્ષ્મીને ભોગવશે ૪. માલા દેખવાથી ત્રણે ભુવનને મસ્તકમાં ધારવાને યોગ્ય થશે ૫. ચન્દ્ર દેખવાથી પૃથ્વીમંડલને આનન્દ આપનારો થશે ૬. સૂર્ય દેખવાથી ભામંડલ વડે વિભૂષિત થશે ૭, ધ્વજ દેખવાથી ધર્મરૂપી ધ્વજ વડે વિભૂષિત થશે ૮. કલશ દેખવાથી ધર્મરૂપી મહેલના |
૧૭૩
૧૭૩
For Private and Personal Use Only