________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(A
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
निशान्त्यघटिकायुग्मे, दशाहात् फलति ध्रुवम् । दृष्टः सूर्योदये स्वप्नः, सद्यः फलति निश्चितम् ॥५॥ मालास्वप्नोऽह्न दृष्टश्च, तथाऽऽधि-व्याधिसम्भवः । मल-मूत्रादिपीडोत्थः, स्वप्नः सर्वो निरर्थकः ॥६॥"
વ્યાખ્યાનમ્ “રાત્રિના ચાર પહોરમાં દેખેલ સ્વપ્ન અનુક્રમે બાર, છ, ત્રણ અને એક મહિને ફળ આપનારું થાય | છે; એટલે કે, પહેલે પહોરે દેખેલ સ્વપ્ન બાર મહીને, બીજે પહોરે દેખેલ સ્વપ્ન છ મહિને, ત્રીજા પહોરે III | દેખેલ સ્વપ્ન ત્રણ મહિને અને ચોથે પહોરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારું થાય છે llll
વળી રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી તુરત ફળે છે પણl
પણ માલાસ્વપ્ન, એટલે ઉપરા ઉપર આવેલ સ્વપ્ન, દિવસે દેખેલ સ્વપ્ન, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, મળ-મૂત્રાદિની રુકાવટ કરવાથી થયેલી પીડાથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, એ સર્વ સ્વપ્નાંઓ નિરર્થક સમજવાં, એટલે એ સ્વપ્નાઓનું કાંઈ ફળ મળતું નથી ll” (आर्यावृत्तम्-) "धर्मरतः समधातु-यं स्थिरचित्तो जितेन्द्रिय सदयः ।
प्रायस्तस्य प्रार्थित-मर्थं स्वप्नः प्रसाधयति ॥७॥ न श्राव्यः कुस्वप्नो, गुर्वादेस्तदितर पुनः श्राव्यः । योग्यश्राव्याऽभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥८॥"
૧૬૧
For Private and Personal Use Only