________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s.
પહેલાં બાળવયે થતી જૈન દીક્ષાથી અનર્થ થાય છે કે કેમ; કિંવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ; એની થોડી કે ઘણી, જાહેર કે ખાનગી તપાસ થઈ જણાતી નથી. અને આ પુસ્તકમાં પ્રસિદ્ધ થતી દરેક બાબત ધ્યાન પૂર્વક વાંચનાર જોઈ શકશે કે-બાળ વયે થતી જૈન દીક્ષા કોઈ પણ રીતે અનર્થકારી તો સિદ્ધ નથીજ થઈ શકી, પરતું બરાબર અર્થસાધક સિદ્ધ થઈ છે. જડરાગના યોગે દીક્ષાદેવી બનેલાઓ જે કે નસાડવા-ભગાડવાનો જુઠ્ઠો આપ વારંવાર મૂકતા ગયા છે, પરંતુ તે સામાન્ય સ્વરૂપમાં પણ સિદ્ધ થઈ શકેલ નથી.
કાયદે અઢાર વર્ષની અંદરની ઉંમરમાં થતી દીક્ષાઓ માટે અટકાયત મૂકનારે છે, તે વયની અંદર થએલી દીક્ષાઓનાજ અનર્થો વિષે કહેવાનું છે, તેમ છતાં પણ બંધ બેસતા નહિ એવા કેટલાક દાખલાઓ અને તે પણ વસ્તુ સ્વરૂપને બીજજ રૂપે રજુ કરે તે રીતે જુબાનીઓમાં રજૂ કરાયા છે. બાકી એકાદ-બે તદ્દન સામાન્ય સ્વરૂપના નજીવા દાખલા મળી આવે તેથી કોઈ પણ શાણો માણસ ભાગ્યેજ અનન્તા કાળથી ચાલી આવેલી ધર્મસિદ્ધ, નીતિસિદ્ધ અને કાયદાસિદ્ધ પ્રથાને અનર્થકારી કહી શકે જ નહિ. જૂબાનીઓ સાથે અપાએલા ખુલાસાઓ વાંચક સ્વયં સત્ય તારવી શકે તે માટે આ પુસ્તકમાં નિબંધની તરફેણ કરનારાઓની જે જુબાનીઓ અમારા ખાસ પ્રતિનિધિ પાસે નોંધાવીને રજૂ કરી છે, તેમાં જ્યાં જ્યાં જરૂર જણાઈ ત્યાં ત્યાં ખૂલાસા મૂક્યા છે, એનાં પરિશિષ્ટ મૂક્યાં છે અને આ ખુલાસા વડોદરા રાજ્ય નીમેલી તપાસ–સમિતિ સમક્ષ પણ રજુ થઈ ચૂક્યા છે.
આ નિબંધ પ્રગટ થયો તે સંબંધમાં, તેનો જૈન સમાજે ઉગ્ર વિરોધ કર્યો અને તેને તદ્દન શુદ્ધ ટેકો મળ્યો તે સંબંધમાં, તે નિબંધનેજ અંગે વડોદરા રાજ્ય તરફથી નીમાયેલી તપાસ–સમિતિએ લીધેલી જુબાનીઓના ધોરણ સંબંધમાં તથા પદ્ધતિ સંબંધમાં, આ પ્રશ્નને અંગે જેઓને ખાસ લાગેવળગે છે તે સાધુઓની જુબાનીઓ નથી લેવાઈ તે સંબંધમાં, નિબંધની તરફેણ કરનારાઓ તરફથી કહેવાએલી કેટલીક અસત્ય, અર્ધસત્ય કે ગેરરસ્ત દેનારી બાબતો સંબંધમાં અને બીજી કેટલીક રીતિએ ઘણું ઘણું કહેવાવું જરૂરી છે અને કહી શકાય તેમ પણ છે, પરંતુ આ બધી વસ્તુઓનો વિચાર કરવાનું કામ વાંચકેનેજ માટે બાકી રાખવું એટલા ખાતર ઉચિત રાખ્યું છે કે-વાંચકે સ્વયં બધું વિચારીને ઘટતું તારણ કાટી શકે એમ છે-“જે ઉદ્દેશ અને હેતુથી આ નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, તેને અવકાશ જ નથી. જ્યાં અનર્થ સિદ્ધ ન થાય ત્યાં નિબંધ સ્વતઃજ નિરર્થક કરે છે. આ બધી વસ્તુઓ જ પૂરવાર કરે છે કે–જડવાદમાં
For Private and Personal Use Only