________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“જેમ સેલ ગુણવાળા અને પંદર ગુણોવાળા ઉત્કૃષ્ટથી વાગે છે, તેમ ચોથા ભાગના ગુણોથી હીન હોય તે મધ્યમ યોગ ગણાય છે, અને અડધા ગુણોથી હીન હોય તે જઘન્ય યોગ્ય ગણાય છે. શ્રી પંચવસ્તુક નામના પ્રકરણ ગ્રંથમાં એ પ્રમાણે ફરમાવ્યું છે કે –
કાલપરિહાણી દોષથી ઉપર કહી આવેલા સાલ અને પંદર ગુણવાળા આત્માઓ કરતાં એક આદિ ગુણોથી વિહીન હોવા છતાં પણ જે આભાઓ બહુ ગુણોથી સંપન્ન હોય, તે પ્રત્રજ્યા માટે ચગ્ય ગણાય છે.”
આ પ્રમાણે બીજા પદે દીક્ષાનું યોગ્યપણું પરોપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે; એજ કારણથી જેમ દેશવિરતિને ધરનારા સુશ્રાવકાને ગીતાર્થ મુનિપુંગવો દીક્ષા આપે છે, તેજ રીતિએ કેટલાક ગુણોવાળા યથાભદ્રક આત્માઓને પણ તેમાં સંયમન નિર્વાહ કરવાની યોગ્યતાને જાણીને ગીતાર્થો દીક્ષાનું દાન કરે છે, તે તે ગુણવાળા આત્માઓને તે દીક્ષાનું દાન ઉત્તરોત્તર ગુણોના હેતુ તરીકે પરિણામ પામે છે અને અવ્યુત્પન્ન દશામાં સુંદર અનુષ્ઠાનના રાગ માત્રથી ધર્મમાત્રના હેતુપણાએ કરીને પર્યાપ્ત થાય છે.
“તપ વિશેષને આશ્રીને શ્રી પંચાલકજીમાં કહ્યું છે કે
“મોક્ષમાર્ગને અનુકૂલ અધ્યવસાયથી એ પ્રકારે આચરવામાં આવેલા તપના યોગે ઘણું મહાનુભાવ આત્માઓ આખે એટલે રાગ, દ્વેષ અને મોહથી રહિત એવા શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલા ચારિત્રને પામ્યા છે.”
દીક્ષાદાતા ગુરૂ માટે પણ એજ શ્રી ધર્મસંગ્રહમાં ફરમાવવામાં આવ્યું છે કે –
"कालपरिहाणि दोसा, इत्तो इक्काइगुण विहीणेणं । अन्नगवि पवजा, दायवा सोलवंतेणं ॥ १ ॥
“કાલપરિહાણિના દોષથી પ્રથમ કહી આવેલા ગુણગણથી સહિત એવા ગુરૂથી એક આદિ ગુણે કરીને વિહીન અને શીલસંપન્ન એવા અન્ય ગુરૂએ પણ દીક્ષા આપવી જોઈએ.”
વળી–વિશેષ પ્રકારે કાચિત ગુરૂનું વર્ણન કરતાં પણ એજ શ્રી ધર્મસંગ્રહમાં ફરમાવવામાં આવ્યું છે કે
“ ગીગો-જી , રાત્તિ તથા નાદળા ના अणुवत्तगो विसाई, बीओ पवावणायरिओ ॥ २ ॥"
For Private and Personal Use Only