________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ વળી પર્વ દિવસને વિષે જિનેશ્વર ભગવાનની પૂજા તથા જિનેશ્વરની સ્તુતિ, ગુરૂની સ્તુતિ અને સાધર્મિઓનું વાતસલ્ય, વ્યવહારની શુદ્ધિ, તે રથયાત્રા અને તીર્થયાત્રા સહિત કરવી.
ઉપશમ એટલે ક્ષમા, વિવેક અને સંવરભાવ રાખ. ભાષા સમિતિ અને છકાય જીવની દયા, ધાર્મિક માણસનો સંસર્ગ, ઇયિને દમવી અને ચારિત્રને પરિણામ.
શ્રા સંઘની ઉપર બહુમાન રાખવું, પુસ્તક લખાવવું અને તીર્થને વિષે પ્રભાવના કરવી. શ્રાવક લોકોમાં આ કૃત્ય નિત્ય કરવા યોગ્ય છે, તે સુગુરૂનાં ઉપદેશથી જાણી લેવાં.”
दुहरूवं दुक्खफलं-दुहाणुबंधिं विडंबणारूवं । संसार मसारं जाणिऊण न रई तहिं कुणइ ॥ ६३ ॥
(ધર્મરત્ન પ્રકરણ પાનું ૩૩૮) टीकाः-इह तत्र संसारे रतिं न करोतीति योज्यं-किं कृत्वा ज्ञात्वा संसारं किंविशिष्टं दुःखरुपं जन्मजरामरणरोगशोकादिग्रस्तत्त्वेन दुःखस्वभावं-तथा दुःखफलं जन्मांतरे नरकादिदुःखभावात्-दुःखानुबंधिति दुःखानुबंधिनं पुनः पुनर्दुःखसंतानसंधानात्-तथा विडंबनायामिव जीवानां सुरनरनैरयिकतिर्यसुभगदुर्भगादीनि विचित्राणि रूपाणि यत्र स विडंबनारूपस्तमेवंविधं संसारं चतुर्गतिरूपं सुखसाराभावादसारं ज्ञात्वावबुध्य न रतिं धृति तस्मिन् कुरुते विदधाति-श्रीदत्तवत्.
ભાવાર્થ –સંસારને દુઃખરૂપ, દુ:ખફળ, દુઃખાનુબંધિ, વિટંબનારૂપ અને
અસાર જાણીને તેમાં રતિ નહિં કરે. (૬૩) ટીકાર્થ –હાં સંસારમાં રતિ નહિં કરે, એ મુખ્ય વાત છે. સંસાર કે
છે. તે કહે છે-તે દુઃખરૂપ અથત જન્મ, જરા, મરણ, રોગ, શોક વગેરેથી ભરેલ હોવાથી દુઃખમય છે, તથા દુ:ખફળ એટલે જન્માંતરમાં નરકાદિ દુ:ખ આપનાર છે તથા વારંવાર દુઃખના સંતાન સંધાતાં હોવાથી દુઃખાનુબંધી છે તથા વિડંબના એટલે ભવાઈયા માફક એમાં જીવોના સુરનર નરક, તિર્યંચ, સુભગ, દુભગ વિગેરે વિચિત્ર રૂપ થાય છે. એ રીતે ચતુર્ગતિ રૂપ સંસારમાં સુખસાર ન હોવાથી અમારા છે તેમાં શ્રી દત્તના માકકતિ નહિં કરે, તે ભાવ શ્રાવક જાણે.
For Private and Personal Use Only