________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
ગ્રહણ કરાય. જેનાથી આ લેકમાં મહાદુઃખ થાય છે અને પરલોકમાં દુર્ગતિ મળે છે તે મુદ્દા ન હોય તેજ શ્રેયસ્કર છે. સેવકે કોઈપણ વખતે યોગ્ય અવસરે ભજન કરી શકતા નથી, શયન કરી શકતા નથી તેમ સ્નાન પણ કરી શકતા નથી, વળી તેનાથી બીજું કોઈપણ સુખનું સાધન મળતું નથી, એટલે ધનની સામગ્રી છતાં પણ તે રંક જેવા જ હોય છે. અધિકારથી ત્રણ માસે નર્ક અને મડના અધિપતિપણાથી ત્રણ દિવસમાં નકે જવાય છે. અને જે જલ્દી નર્કની ઈચ્છા હોય તો એક દિવસ પુરોહિતપણું કરવાથી જઈ શકાય છે, વિકાર વિના ઘોડીને ગર્ભ, દુર્જનની મૈત્રી અને સેવકને લક્ષ્મી, શરીરનું સ્થળપણું–સોજો પામી શકાતા નથી. મુદ્દાઓને વિષે ગ્રાહ્ય તરીકે આ એક જિનમુદ્રાજ છે કે જેના સંગથી પ્રાણી આ લાકમાં જગદ્વંદ્ય બને છે અને પરલેકમાં મહાસુખી થાય છે. આ રીતે વિચાર કરીને પિતે ઓઢેલી રત્નકંબળને ફાડીને જેહરણ બનાવીને રાજાની પાસે આવીને આ રીતે બોલ્યા, હે રાજન ! તને ધર્મ લાભ આજ વિચાર કર્યો છે. ચમત્કાર પામેલા રાજાએ કહ્યું કે બહુ સારું કર્યું, પણ સ્વીકાર કરેલા વ્રતને સારી પેઠે નિર્વાહ કરજો. ત્યારપછી રાજા વિચાર કરે છે કે આ વ્રતના બહાનાથી ચોકકસ કેશ્યાના ઘેર જશે અને તેથી પોતે મહેલ ઉપર ચઢીને જતા એવા સ્થૂલભદ્રને જૂએ છે. તે મુનિ પણ જે જગાએ મુડદાં પડેલાં હોવાથી લોકો જુગુત્સા કરી ત્યાંથી દુર ભાગી જાય છે તે જ માગે જરાપણ હૃદયમાં વિકૃત થયા વિના ચાલ્યા. હવે તે રાજાએ શ્રીયકને મંત્રી બનાવ્યો અને સ્થૂલભદ્ર તે શ્રી સંભૂતિવિજય નામના આચાર્યના શિષ્ય બન્યા.
શ્રી સીજફંભવસૂરીને પણ તેમના ગુરૂ પ્રભવાસ્વામિએ તેમની ગર્ભિણી સ્ત્રી વિગેરે સંબંધીની અનુમતિ મેળવ્યા વગર જ દીક્ષા આપી છે. તે માટે દશવૈકાલિકમાં નીચે મુજબ જણાવેલ છે.
ताहे आयरिएहिं साहुधम्मो कहिउं । संबुद्धो पब्वइउं सो चउद्दसपुव्वी जाउं । जया सो पब्वइउं तया य तस्स गुग्विणी महिला होत्था । तम्मि य पव्वइए लोगो णियल्लउ तं तमस्सति । जहा तरुणाए भत्ता पब्वइडं अपुत्ताए । अवि अत्थि तव किं वी पोदृत्ति पुच्छइ । सा भणइ उवलख्खिमि मणगं । तरं समएण दार. गो जाउं । ताहे णिवत्तवारसाहस्स नियल्लगेहिं, जम्हा पुच्छिजंतीए मायाए से मणिउं मणगंति, तम्हा मणउं से णामं कयं ति ।
–શ્રી દશવૈકાલિક સૂત્ર: પ્રથમ અધ્યયનઃ પાનું ૧૩.
For Private and Personal Use Only