________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજમાં આવતું નથી, કે જેથી વાલીના ધાર્મિક મંતવ્ય અને વર્તનને સ્વતંત્ર હક્ક ઉપર નામદાર ગાયકવાડ સરકાર જેવી ન્યાયી અને ધર્મશીલ સરકારને ત્રાપ મારવાની ફરજ પડે છે. અને આવા નીતિમાર્ગમાં જોડનાર અને મદદ કરનારને ગૃહેગાર ગણી, ફોજદારી ગૂન્હાના કૃત્ય બદલ સજા ઠરાવવી પડે છે. આથી અમો આપ નામદારને વિનંતિ કરીએ છીએ કે –
૧. આજ્ઞાપત્રિકામાં સગીર દીક્ષા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા છે-તેના ટેકામાં આપના રાજ્યમાં સગીરેને દીક્ષા આપવાથી અનર્થે થયાના, અને સાંસારિક અડચણો ઉભી થયાના, જે દાખલાઓ રાજ્યના દફતરે નોંધાયા હોય તે, આપ તસ્દી લઈ તપાસી જોશો અને જાહેર જનતાની જાણ સારૂ પ્રસિદ્ધ કરવા મહેરબાની કરશે, તે તેમાં કેટલું વજુદ છે તે જાણી શકશો અને અમે પણ આપ નામદારને તે દાખલા દલીલ સહિત જણાવીશું. અને અમને ખાત્રી છે કે જે અમારી આ વાજબી માંગણી સ્વીકારવામાં આવશે, તો સગીર સંન્યાસ દીક્ષા પ્રતિબંધ કરવાના, આ નિબંધને યોગ્ય કારણોના અભાવે આપ નામદાર જરૂરથી પાછી ખેંચી લેવાના નિર્ણય ઉપર સહેલાઈથી આવી શકશો. આથી રાજ્યનો અને પ્રજાનો ઘણો કિંમતિ સમય બચી જશે.
૨. આ નિબંધ અમારી ધાર્મિક ક્રિયામાં અટકાયત તેમજ અમારી ધાર્મિક લાગણીને સખ્ત આઘાત કરતો હોવાથી, અમારે તેની સામે ઘણી સત્ય હકીકત રજુ કરી, ધર્મપ્રિય અને ધાર્મિક સ્વતંત્રતાનું અભય વચન આપનાર નામદાર ગાયકવાડ સરકાર પાસેથી ફક્ત ન્યાય મેળવવો છે. પરંતુ અમે જૈનો હિંદના જુદાં જુદાં ભાગોમાં વસતા હોવાથી ઘણી જગ્યાએ તે આ નિબંધ જાહેર થયાની ખબર પણ હજુ પડી નથી, તેમજ હાલમાં ચોમાસુ હોવાથી ધર્મની આજ્ઞા મુજબ અમારા પૂજ્ય આચાર્ય મહારાજે અને મુનિ મહારાજ જ્યાં નિવાસ કરીને રહ્યા હોય ત્યાંથી બીજે ગામ જઈ શકે નહિં. એવા સંયોગોમાં અમારે જે કાંઈ મુદ્દા–પુરાવાઓ આ ખરડાની સામે રજુ કરવાના છે, તથા નિવેદન કરવાનું છે, તે તૈયાર કરવા માટે વધુ મુદતની અનિવાર્ય જરૂર છે. તો આજ્ઞાપત્રિકામાં જાહેર કરેલા સમય કરતાં બીજા વધુ છે માસની મુદત સૂચનાઓ મેકલવા તથા જુબાનીઓ આપવા માટે જાહેર કરવા મહેરબાની કરશોજી અને આ નિબંધને અંગે જે ખાસ કમીટી આપ નામદાર તરફથી નીમવામાં આવ્યાનું સાંભળ્યું છે, તે કમીટીની તપાસણીને અંગે ભવિષ્યમાં અમારે જે જે સગવડ જોઈએ તે આપવા આપ કૃપા કરશે, અને આપની ન્યાયપ્રિયતા વધારે દીપાવશો–એવી અમે આશા રાખીએ છીએ.
For Private and Personal Use Only