________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
અજોડ અને અમર સ્થાન અપાવનાર આપણા પૂજ્ય ત્યાગીઓજ છે. અને તે કારણે જ તે સંસ્થા સમસ્ત ભારતવર્ષમાં હંમેશાં પૂજ્ય અને સર્વશ્રેષ્ટ રહી છે. આજલગીમાં કોઈ પણ દુન્યવી સત્તા તેના પર અંકુશ મુકવાને અગર તેમાં ડખલ કરવાનો વિચાર સરખે પણ કરી શકી નથી, બધે તેના આશિર્વાદ મેળવવા હંમેશાં પ્રયત્નશીલ રહી છે. પરંતુ નામદાર ગાયકવાડ સરકાર જેવી શાણી અને દીલસેજ સરકાર, સુધારાના વ્યાપેહમાં ફસેલા પત્રમાં પ્રસિદ્ધ થતાં કેવળ ખોટા ઉહાપોહને જ ધ્યાનમાં લઈ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ” પ્રજાના લાભની અંતરદષ્ટિ રાખીને પ્રસિદ્ધ કરવા પ્રેરાઈ છે, એમ અમને આજ્ઞાપત્રિકા ઉપરથી લાગે છે.
અમારા નીચેના ટુંકા ખુલાસાથી પણ આપ નામદારને જાણીને આશ્ચર્ય થશે કે-જે પવિત્ર જૈન દીક્ષા સામે જાહેર પ યથેચ્છ કલમો ચલાવ્યું જાય છે, જે ભાગવતી દીક્ષાને આજે કેટલીક વ્યક્તિઓ તરફથી બેટું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે સ્વપકલ્યાણકારી માર્ગ બંધ કરાવવા માટે કેટલાક આપ નામદાર પાસે માંગણીઓ કરી રહ્યા છે, તે બધું કેટલું ગેરવ્યાજબી છે. અમે આપને ખાત્રીપૂર્વક જણાવીએ છીએ કે-છેલ્લા દસકામાં આખાયે હિંદમાંથી અઢાર વરસની ઉંમર સુધીમાં વધારેમાં વધારે ચાલીસેક સગીરે એ જ જૈન દીક્ષા અંગીકાર કરી છે. આમાંની દસેક દીક્ષાઓ નામદાર ગાયકવાડ સરકારની હદમાં થઈ હશે. ફકત ત્રણ ચાર દીક્ષાના પ્રસંગોએ દીક્ષાના વિધિઓએ સાધુઓ ઉપર કોર્ટમાં જુદી હકીકત જણાવી ફરીયાદ કરી હતી, પરંતુ આખરે સત્યને જય થયો, અને અમારા સાધુઓ માનભેર નિર્દોષ જાહેર થયા છે. જૈન દીક્ષા લેનારે કેઈપણ જીવની કે પણ પ્રકારે હિંસા ન કરવી, અસત્ય વચન ન બેલવું, માલીકની રજા વિના તણખલું સરખું પણ ન લેવું, સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું, સ્થાવર કે જંગમ કાંઈપણ મીલ્કત ન રાખવી, રાત્રિભોજન ન કરવું, ગમે તેવી ગરમી કે ઠંડીમાં જોડા કે છત્રી ન રાખવી, ઈત્યાદી સંયમનના નિયમો પાલન કરવાના હોય છે. વળી અમારા ધર્મગુરૂઓ ખૂબ વિચારપૂર્વક જ્ઞાનદષ્ટિને ઉપયોગ કરીને દીક્ષા આપતા હોવાથી અમારા જૈનોની છ લાખ ઉપરાંતની વસ્તિ હોવા છતાં સાધુઓની સંખ્યા ઘણી નજીવીજ છે.
ઉપર જણાવ્યા પ્રમાણેની પવિત્ર નીતિમય જીવન શીખવવાની શાળામાં વાલી પિતાના દુન્યવી સ્વાર્થનો ભોગ આપી, કેવળ સગીરનું જીવન ઉચ્ચ બનાવવા અર્થે, સગીરની ઈચ્છા થતાં તેને ત્યાગ માર્ગ ગ્રહણ કરવામાં મદદ કરે ને જૈન સાધુ તેના વાલીની સંમતિ અને સગીરની ઈચ્છા જોતાં, તેને દીક્ષા આપે તો તેમાં રાજ્યનો કે સમાજનો શું ગૂ કરે છે તે અમારી
For Private and Personal Use Only