________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧ પરિશિષ્ટ નં. ૨૫ ન્યાયવિજ્ય જૈન સાધુ નથી.
તેને અંગેના ઠરા.
–મુંબાઈ-ચતુર્વિધ સંઘ— મે. મોતીચંદ કાપડીયા અને ન્યાયતીર્થ શ્રીમાન ન્યાયવિજ્યજીએ હાલમાં જિનેશ્વરદેવોની પવિત્ર દીક્ષા સંબંધી લાગતાવળગતા અધિકારીઓ તેમજ જનસમુહને શાસ્ત્રને નામે આડે માર્ગે દોરનારા, સત્યથી વેગળા ઘણાજ વાંધાભર્યા વિચારે જણાવ્યા છે, પણ ચારસે સાધુઓથી પિતાને જૂદા જણાવનાર તેઓ જે શાસ્ત્રો નથી માનતા, એકલા ફરે છે તથા સુધારક સાધુ ગણાય છે, તે જોતાં તેઓ તેવા વિચારો જે જણાવે–તે તેમના પોતાના માની આ સભા તે તરફ અણગમો બતાવે છે અને એક મુનિના વિચારો છે, એમ સમજીને કઈ ઉંધે માર્ગે દેરવાય નહિ-એવી સર્વને ભલામણ કરે છે. તા. ૨૪-૧૧-૩૧. [ તા. ૩૦-૧૧-૩૧ ના મુંબઈ સમાચારમાંથી ઉતારે. ]
–સુરત-- જૈન ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા હિન, જૈન સાધુવના આચાર વિચાર રહિત ન્યાયવિજય નામની સાધુ–પધારી વ્યક્તિને આ સભા આગ્રહપૂર્વક વિનંતિ કરે છે કે તેઓએ પિતાના નામ સાથે “જૈન સાધુ” શબ્દ છે જૈનશાસન અને જૈન સાધુસંસ્થાને વગોવતાં અટકવું. તા. ૧૬-૧૨-૩૧. [ તા. ૨૫-૧૨-૩૧ ના મુંબઈ સમાચારમાંથી ઉતારે. ]
–ખંભાતન્યાયવિજય નામની સાધુતાથી ભ્રષ્ટ થયેલી વ્યક્તિ હાલમાં જે જે જાતની ધર્મથી અયોગ્ય પ્રવૃત્તિઓ કરી રહી છે, તેને આજની આ સભા તિરસ્કારી કાઢે છે. તા. ૨૧-૧૨-૩૧. [ વીરશાસન તા. ૨૫-૧ર-૧૧ ના અંકમાંથી ઉતારે. 1
–ચાણસ્મા-- અમારા જેન ધર્મના શાસ્ત્રોકત મુજબની બાલવયથી એટલે માતાપિતા અગર વાલીની સંમતિ પૂર્વકની આઠ વર્ષની વયથી અને તે ઉપરાંત તમામ
For Private and Personal Use Only