________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૫
એમ જણાય છે કે-તે મીટીંગ કેઈ પણ પ્રસંગે તોડી નાંખવી. જે આપણે તહેમતદાર તરફના તારે જોઈએ, તો તે આંક ૨૪૯, ૨પર, ૨૫૪, ૨૫૯ અને ૨૬૩ છે અને તે જ સ્થળોના એટલે મુંબાઈ–વડોદરાના જૈનાએ મોકલ્યા છે, તેમ જ પાલણપુર, પાલેજ અને જામનગરના છે. બાકીના બીજા તારે થોડી અગર નહિં જેવી મહત્ત્વની ખાનગી વ્યક્તિઓના છે અને તેમની લાયકાત જનસમાજમાં બતાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો નથી. વળી દીક્ષાના વિરૂદ્ધ કોઈ પણ સાધુ પિતાને તાર મોકલતો નથી, તે પણ જેવું જોઈએ. હિંદુસ્તાનમાં કોઈપણ સાધુ તરફથી તહોમતદાર પક્ષને કોઈ પણ સહાય મળી શકતી નથી. મુંબાઈના ધારાધોરણ આંક ૨૪૮ છે અને તેના આરંભમાં એવું જણાવવામાં આવ્યું છે કે-છાણીમાં સગીરની અયોગ્ય દીક્ષાથી જૈન ધર્મને ઉપહાસ થયે છે, તેથી તે પ્રશ્નનું બરાબર વિવેચન થઈ અને તેનું નિરાકરણ થવું જોઈએ. છાણું કેસનું જજમેન્ટ આંક ૨૮૧ માં છે અને તેનાથી સગીરને તેના કાયદેસર વાલીને હવાલે કરવામાં આવ્યો હતો.
હાલની તપાસ માટે તે જૈન દીક્ષા માટે કયા પ્રતિબંધ અગર મર્યાદાઓ વાસ્તવિક હોઈ શકે, તે તપાસવાની જરૂર નથી, પરંતુ આંક ર૭ના ઠરાવની મજબૂત અને નબળી બાજુઓ કઈ છે, તે તપાસવાની છે અને તેનું વ્યાજબી પરિણામ શું આવે છે, તે જ જોવાનું છે. તે ઠરાવ નીચે પ્રમાણે છે –
હાલના સંજોગોમાં જે કોઈને પાટણમાં દીક્ષા લેવી હોય, તેમણે એક મહિના અગાઉ જાહેર પેપરમાં છપાવવું અને મજકુર શમ્સની યોગ્યતા વિગેરેની લાયકાત જોયા બાદ જૈન સંઘની પરવાનગી આપવામાં આવશે. આમાં જે કઈ કસુર કરશે અગર તેમાં જે કંઈ ભાગ લેશે, તેમને જૈન સંઘના આરોપી તરીકે ગણવામાં આવશે. એક વર્ગ જૈન સંઘના મતને મળતે છે અને બીજે તેથી વિરૂદ્ધ છે. તહોમતદારો પ્રથમ વર્ગના છે અને ફરીઆદપક્ષ બીજા મતનો છે. પ્રથમની બે મીટીંગ શ્રાવણ વદ ૨ અને ભાદરવા વિદ ૭ ના રોજ હતી.
આ બાબત ઘણી વાટાઘાટ થયેલી અને તે દીક્ષા બાબત હતી. અને આશા રાખવામાં આવી હતી તે પ્રમાણે આ બાબતમાં મતભેદ હતા અને આ નવી પ્રથા દાખલ કરવાની બહુમતિ જૂની પદ્ધતિ કરતાં ઘણું મેટી હતી. આ બાબતના સૌથી આગેવાન તે. ૧ પિપટલાલ હેમચંદ છે
For Private and Personal Use Only