________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
પરિશિષ્ટ નં. ૧૩ શ્રીમંત સરકાર સં. પ્ર. નિ. કમીટીના સભ્યો જોગ,
અરજદાર નેતા સકરચંદ કેવળદાસ મેસાણાવાળાની અરજ એ છે કે, મારા છોકરા મેતા વૃજલાલ સકરચંદની દીક્ષા અયોગ્ય છે, એવું મહાસુખભાઈ (વીસનગરવાળા) આપની પાસે કહી ગયા છે, એવું મેં છાપામાં વાંચેલું છે. આ વાત તદન ખોટી છે, કારણકે મારે છોકરો નાનપણથી ધર્મમાં સારો જીવ રાખતો હતો અને મહારાજ સાહેબને પણ એ દીક્ષા લે તે હુંશીયાર થશે એમ જણાયેલું, તેથી મેં મારી રાજીખુશીથી એના આત્માનું કલ્યાણ થાય તેમાં અંતરાય મારે ન કરવો જોઈએ, એમ સમજીને મારી રાજીખુશીથી ઓચ્છવ કરીને દીક્ષા અપાવી છે. એને અયોગ્ય કહે તે હડહડતું ખોટું છે.
સાહેબ આવા જુઠ્ઠા સાક્ષીઓ ઉપર કાંઈ ભરોસો રાખવો નહિં. વધારે કાંઈ પૂછવું હોય તે હું સાહેબ હાજર છું. એજ અરજ તા. તા. ૧૫-૭-૩૨
લી. મેતા સકરચંદ કેવળદાસ
દા. પતે, સકરચંદ કેવળદાસની જુબાની
તા. ૧૫-૧–૩૨
રહીશ મેસાણા, ઉં. વ. ૩૪ સબ તમારો છોકરો ક્યાં છે ? જ અમદાવાદમાં છે. ૧૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સ. દીક્ષા કયારે લીધેલી? જ. ગયા છેષ મહિનામાં દીક્ષા લીધી. સવ દીક્ષા કયાં લીધી ? જ અમદાવાદમાં દીક્ષા લીધી. સ, તમારી સંમતિથી દીક્ષા આપેલી ? જ હા. મારી રાજીખુશીથી દીક્ષા આપી છે. કોઈ કહેતું હોય કે રાજી
ખુશી નહતી, તે તે બેઠું છે. સ. શા માટે દીક્ષા આપેલી જ પિતાના આત્માનું કલ્યાણ કરવા માટે. તેની તેમજ મારી બંનેની
ઈચ્છાથી દીક્ષા આપેલી.
For Private and Personal Use Only