________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
શકાય. તેમની દલીલના આધારમાં તેમને બીજો આધાર દર્શાવ્યો નથી. બીજી બાજુ કલમ ૧૪૪ (૪) થી કાટને જાહેર પબ્લીકને સંબોધીને હુકમ કરવાની સત્તા મળેલી છે. ઈન્ડીયન પીનલ કોડની કલમ ૧૨ માં પબ્લીક શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. એમાં એમ જણાવ્યું છે કે–પબ્લીક શબ્દમાં પબ્લીકને કંઈપણ વર્ગ અથવા તે ઈપણ કોમને સમાવેશ થાય છે. જૈન સાધુઓ અને સાધ્વીઓ એ જૈન કામનો એક વર્ગ કહી શકાય, અને તેમ હોવાથી તેમને સંબોધીને હુકમ થઈ શકે છે.
(૧૪) આ આખા પ્રેસીડીંગમાં એમ દલીલ કરવામાં આવે છે કે૧૪૪ કલમ મુજબનો હુકમ જૈનોને પોતાના ધાર્મિક ક્રિયાકાંડમાં દરમીયાનગીરી કરે છે, અને આવા હુકમને જૈન કેમના ધાર્મિક ક્રિયાકાંડ ઉપર તાજેતરમાં આક્રમણ કરવાને બીજા કેઈ સ્ટેટ તરફથી આ હુકમ દાખલા તરીકે ગણાવા સંભવ છે.
૧૫. આ કોટ એક નહિ પણ ઘણી વખત જણાવ્યું છે કે આ સ્ટેટને જૈન કેમના ધાર્મિક ક્રિયાકાંડમાં આડે આવવાને બીલકુલ ઈરાદે નથી. જૈન કેમ કાયદા પ્રત્યે વફાદાર, શાંત અને સુલેહપ્રિય તરીકે ખ્યાતિવાળી છે. જૈન સાધુ અને સાથ્વીનો ધાર્મિક આશ્રમ એ ઘણી જ ઉંચ્ચ કોટિનો આશ્રમ છે. જેમાં પ્રતિષ્ઠિત, વિદ્વાન અને સુસંસ્કારીત સગ્રુહ અને બાનુએ છે, કે જેઓએ ખાસ કરીને તેમની કામના અને સામાન્ય રીતે જાહેર જનસમાજના ઉદ્ધારના પ્રચારકાર્ય માટે આ ફાની દુનિઆના આકર્ષક પ્રલોભનોનો ત્યાગ કરે છે. અહિંસાનો ઉચ્ચ આદર્શ એ તેમનું ધ્યેય છે અને તેઓ દરેક ચૈતન્યમય પ્રાણીના પ્રત્યે રક્ષણપરાયણ હોય છે. આવા પ્રકારને ધાર્મિક આશ્રમ એ કોઈપણ રાજ્યને ઉપયોગી મિત્રરૂપ છે, કારણ કે–તે રાજ્યને બીજાઓના જાનમાલની સલામતી સારૂ બોધપાઠો. આપવામાં મદદકર્તા નિવડે છે.
૧૬. આ કૅટે દરેક ધર્મના ધાર્મિક ક્રિયાકાંડના રક્ષણ માટે છે. પછી ભલે તે જૈન, હિંદુ, મુસલમાન યા ખ્રીસ્તી હોય. જ્યારે જાહેર સુલેહની ભીતિ ઉપસ્થિત થાય, ત્યારે જ માત્ર રાજ્યને જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા સારૂ દરમીયાનગીરી કરવી પડે છે, કેમકે તે રાજ્યની એક અગ્રગણ્ય ફરજ છે અને તે અદા કરવાની કોઈ પણ રાજ્ય ઉપલા કરી શકે નહીં. આમ કરવામાં કોઈપણ ધર્મમાં દરમિયાનગીરી ન થાય, તે ધ્યાનમાં રાખવા સારૂ સધળી સાવચેતી રાખવામાં આવે છે. અથવા જે દરમિયાનગીરી અનિવાર્ય હોય તો ઓછામાં ઓછી અને જાહેર શાંતિ
For Private and Personal Use Only