________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝવેરી સવાઈચંદ જગજીવનની જુબાની.
તા. ૧૬–૭–૩૨. રહીશ વડોદરા. ઘડીયાળી પિળ, પૅપળા શેરી.
ઉં. વ. ૭, ધંધો ઝવેરાતનો, મુંબઈમાં. સ, છાણીની દીક્ષા સંબંધી તમારી જાત માહિતિ હોય તે કહે. જ દીક્ષા લેનારનું નામ ભીખાભાઈ શીવલાલ. છાણીના. ઉં. વ. આશરે ૧૫. સ. દીક્ષા કયારે થઈ? જ પાંચ છ દિવસ થયાં. અંધેરીમાં દીક્ષા થઈ. સવ કેણે દીક્ષા આપી ? જ આનંદસાગરના શિષ્યોએ.
છાણીમાં કોઈ સાધુ નથી. છાણીથી ચંદુલાલ દલસુખ તેને લઈ ગયેલે. ચંદુલાલ આશરે ૨૦ વર્ષની ઉંમરને હશે. તે અંધેરી લઈ ગયો. છાણીમાં આવી ઘણી અયોગ્ય દીક્ષાઓ થાય છે. ભીખો રાત્રે આઠ વાગે ગુમ થયો. તેના માબાપ છાણી હતા, તેમને ખબર પડી, તેથી તેનો બાપ વડોદરા આવ્યો. ગામમાં તપાસ કરી, પણ પત્તો લાગે નહિં. આનંદસાગર પાસે પહેલાં એક વખત વગર રજાએ ગયેલો. ત્યાંથી પાછા લાવેલા-તેને બે ત્રણ મહિના થયા. તે વખતે તેના બાપે કહેલું કે મારી રજા વગર દીક્ષા આપવી નહિં. તેમ છતાં અંધેરીમાં તેમના શિષ્યોએ દીક્ષા આપી. ૪૦ સાધુ ત્યાં છે. છોકરાના બાપે ખૂબચંદ ફત્તેચંદની પેઢીમાં કોલ કર્યો. તે અમારા ભાઈની પેઢી છે. કોલમાં કહ્યું કે મહારાજને ખબર આપો કે છોકરાને દીક્ષા આપે નહિ. આથી રાત્રે ૧૦ વાગે સોસાયટીના આગેવાનો જીવતલાલ પ્રતાપસિંહ તથા નગીનદાસ કર ચંદને કોલ કર્યો કે
કરો ભાગીને આવેલો છે, માટે મહારાજને ચેતવણી આપો. ત્રીજો કાલ અમે ઘાટકોપરમાં આનંદસાગર છે, એમ સાંભળવાથી, શેઠ લખમશી ખેતશીને એજ ટાઈમે કર્યો કે છોકરાને દીક્ષા નહિં આપવા મહારાજને ખબર આપો. સવારમાં તે મહારાજને કહેવા ગયા, ત્યારે છોકરાનો બાપ મહારાજ પાસે બેઠો હતો. છોકરે નવ વાગ્યાની ગાડીમાં નીકળી અંધેરી આવ્યો હતો. છોકરો ઘાટકોપર આનંદસાગર મહારાજ પાસે આવેલે. બાપ ૧૧ ની ગાડીમાં ગયે. અજાણ્યો
For Private and Personal Use Only