________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
વાડીલાલ મગનલાલ વિઘની જુબાની.
તા. ૬-૭-૩૨ ઉં. વ. ૩૬, રહીશ-વડોદરા, શરૂઆતમાં સાક્ષીએ વાંધો લીધો કે બીજા પક્ષના માણસે વચ્ચે દખલ કરશે તે હું જુબાની આપવા ખુશી નથી. તેમને કાંઈ જાણવું હોય તે લેખીત આપને આપે અને આપ મને પૂછે. તેમ નહિં થાય તે વાતાવરણ ગરમ થશે. સ એ ભાઈઓ પણ જૈન છે ને ? જ હા. પણ અહિં પ્રેક્ષક તરીકે છે, સમિતિના સભ્ય નથી. સ, કાયદે કરવો કે નહિં ? અગર તે બાબતમાં સંઘ કાંઈ કરી શકશે ? જ૦ સંઘ પિતે આંતર વ્યવસ્થા કરે તો તે ઉત્તમ છે. સને ૧૯૧૨ માં
સાધુ સંમેલન વખતે પ્રથમ પ્રયાસ કરેલો. સ સાધુ સંમેલનની તમને માહિતિ છે? જ હા. ત્રણસો સાધુઓ પૈકી આત્મારામજી મહારાજના સંઘાડાના
૧૦૦ સાધુઓ મળેલા. તેમને લાગેલું કે રીતિથી વિપરિત કામ થાય છે અને તેમાં સુધારો નહિં થાય તે માટે વિક્ષેપ થશે, તે માટે મળેલા. આચાર્ય કમળસૂરિના પ્રમુખપણા નીચે વડોદરામાં એકઠા થયેલા. તે વખતે કેટલાક ઠરાવે થયેલા, તેમાં દીક્ષા સંબંધી પણ ઠરાવ થયેલા અને તે સંબંધી પ્રમુખશ્રીએ વિવેચનમાં પણ નસાડીભગાડી દીક્ષા આપવી, એ સારું નથી–એમ જણાવ્યું હતું. ઠરાવ એ કરેલો કે દીક્ષા માટે આવે તેને એક મહિને પાસે રાખો, તેની દીનચર્યા જેવી, ચારિત્ર પાળી શકે તેમ છે કે કેમ વિગેરે તપાસ કરી પછી દીક્ષા આપવી.
આ સંમેલનના પ્રમુખશ્રીની સહી સાથેના અસલ ઠરાવો રજુ કરવામાં આવ્યા નથી. વધુ ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૨૨. સ. શાસ્ત્રમાં પણ આવી આજ્ઞા છે ને ? જ હા. પણ તેથી વિરૂદ્ધ વર્તન થવાના હિસાબે આ ઠરાવો કરવા
પડયા. તે વખતના દરેક છાપાઓએ આ કરાવે વખાણ્યા છે અને આ ઠરાવો શાસ્ત્ર વિરૂદ્ધ છે એમ કેઈએ પોકાર કર્યો નથી. જે કોઈ તેમ કહે તો તેનો રદીઓ આપવા હું તૈયાર છું. મુળચંદજી મહારાજના સંઘાડાવાળાઓએ પણ સંમેલન ભરી તેવા ઠરાવ કર્યો. બુદ્ધિસાગરસુરિ, વિધર્મસુરિ વિગેરે વિદ્વાન મુનિરાજોના પણ તેને મળતાજ
For Private and Personal Use Only