________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
આ કૈસમાં અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટ મી. એમ. પી. દેશાઈએ માસિક રૂા. ૨૫) નું હુકમનામુ કરેલ, પરંતુ તે સબંધી હાઇકાને અપીલ કરવામાં આવતાં નામદાર જજ સાહેાએ અરજદાર સાધુ થવાથી તેમના ત્રત અગર ખીજી રીતે તેમની સ્ત્રીનું ભરણપોષણ કરવાને તે અશક્ત હતા કે કેમ, તે બાબત પુરાવા લેવાને કૅસ નીચલી કાટને પાછા માકહ્યા હતા.
નીચલી કાર્ટે વિશેષ પુરાવા લઇ સીટી માજીસ્ટ્રેટ સાહેબ મી. ધીરજલાલભાઈએ હાઇકાને પોતાના અભિપ્રાય સાથે કૅસ પાછે મેાકલતાં જણાવ્યુ છે કે જૈન સાધુ જે પ્રતિજ્ઞા કરે છે તેનાથી એટલે ખાસ કરીને પહેલા અને પાંચમા વ્રતથી કાઈપણ મિલ્કત રાખી શકવાને કે પેાતાની સ્ત્રીનું ભરણપોષણ કરવાને માટે અશકત છે.
આ ઉપરથી હાઇકોર્ટે બન્ને પક્ષના પુરાવા તપાસી હુકમનામુ રદ કર્યું છે. વિશેષ માટે જુએ પરિશિષ્ટ ન. ૪.
સ॰ સગીરાની દીક્ષાના ઉપાડી ગયાના દાખલા બતાવે.
દલપત ચતુર નામના ચાણસ્માના એક છેાકા નિશાળમાંથી ગુમ થા. બાપ સાધુ પાસે વધારે બેસવાવાળા હતા. બાપ મારી પાસે આવ્યા. મને વાત કરી ત્યારે મેં કહ્યું કે કુદરતના નિયમ છે અને તમારૂં પાપ તમે ભાગવા. બાપે કહ્યું કે મારૂં પાલું જવાદો અને મને મદદ કરેા. એવામાં મનુભાઈ દીવાન અજમેર જતા હતા. તેમને મે વાતચીત કરી કે શરમાવા જેવી ખીના છે કે આપના રાજ્યમાંથી સગીર છેકરાએ આવી રીતે ઉપડે છે ? તે ઉપરથી આ કેસ પેાલીસને સાંપાયેા. તેમવિજય મહારાજનું સ્ટેટમેન્ટ લેવાયું. તપાસમાં છે।કરા સંતાડેલા. છોકરા મારવાડમાં છે એમ સમાચાર મળેલા. ખૂબ તપાસ કરાવી પણ પત્તો લાગ્યા નહિ, ગઇ સાલમાં તેનેા બાપ મને હારીજ મળેલા અને તે સંબંધી મને વાતચીત કરેલી ત્યારે મેં કહ્યું કે તારૂં મન અસ્થિર છે, તેથી હું કાંઇ પણ સલાહ આપી શકતા નથી. ત્યાર પછી હું કેસરીયાજી ગયેલા. ત્યાં ઉદેપુરમાં લાવણ્યવિજયજીને મળેલા. છેકરા સંબંધી વાતચીત થયેલી. તેમણે કહ્યું કે આ વાતચીત ખોટી છે. અને તમે મારા ઉપર મોટા શક લાવા છે, મેં સંતાડેલા નથી વિગેરે વિગેરે. ત્યાર પછી તેમવિજય મહારાજે મને કહ્યું કે તેની દીક્ષા થઈ ગઈ. ૨૪
For Private and Personal Use Only