________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
સર બાળક માગધી ભાષાના ગ્રંથ શી રીતે વાંચી શકે ? જ પ્રથમ સંસ્કૃત શીખે અને માગધી ભાષા ટીકા ઉપરથી ચાલે છે. સ૦ જૈન મુનિઓને ભણાવવા માટે જૈનેતર પંડિત રાખવામાં આવે છે કે? જ. હા. તે સંસ્કૃત અને ન્યાય શીખવવા માટે રાખવામાં આવે છે. સ પગાર કેના તરફથી અપાય છે? જ પગાર શ્રાવકે તરફથી આપવામાં આવે છે. સ, કેને ભણાવવા માટે રાખવામાં આવે છે? જ સાધુઓને ભણાવવા માટે. સ. ઘેર પંડિત રાખી ભણે અને પછી દક્ષા લે તો શું વાંધો ? જ ન્યાયને વિષય કેટલાકનો હોય અને કેટલાકને ન હોય.
અને વાડીલાલ વૈદે જણાવ્યું હતું કે અમારું સાહિત્ય એટલું બધું છે, કે જે ભણવાને માટે ઘણો ટાઈમ જોઈએ છે. સ. આપના નિવેદનમાં ૨૭મી કલમ છાપી છે, તે મુજબ થઈ શકે તેમ છે? જ. મી. બદામીએ તે કલમ વાંચી સંભળાવી, અને જણાવ્યું કે-આપ જેવા
ઉત્સાહ લઈ પ્રયત્ન કરે, અને કેટલાકને તે સંબંધી કહેવામાં આવે,
તો થઈ શકે પણ ખરું. સ, આ નિવેદન બીજા પેપરમાં છપાયું છે ? જ હા. મુંબઈ સમાચાર અને સાંજવર્તમાનમાં છપાયું છે.
અમારો ઈરાદો દીક્ષા અટકાવવાનો નથી, પણ તેમાં કાંઈ અનર્થ
થતો હોય તે અટકાવાય તો કેમ ? જ અનર્થ થતો હોય, તો તે દૂર કરવા માટે ઘટતું કરવું જોઈએ. જે
ખરડો બહાર પડયો છે, તેમાં ફક્ત અનર્થ અને શોચનીય બે વસ્તુ જણાવી છે, પણ તેમાં વિવેચન નથી.
સમાધાન થાય તે ઘણું સારું. મૂળ પ્રીન્સીપલને બાધ ન આવતો હોય અને છુટ મૂકવી પડતી હોય, તો હું તેમ કરવા પરસનલ સલાહ આપું આ નિવેદન લખતાં પહેલાં મેં ખૂબ વિચાર કરેલો અને પછી તમને એમ લાગેલું કે–આવા મહત્ત્વના વિષયમાં ચૂપ રહેવાથી આપણી ફરજ અદા કરી શકતા નથી. પછી નામથી બહાર પાડવું કે નહિ તે બાબત વિચાર કર્યો. છેવટે નામથી બહાર પાડ્યું અને સારા નસીબે મને ટ્રબલ થયો નથી.
For Private and Personal Use Only