________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ વાડીલાલ વૈદ્ય તેમજ મી. બદામીને જે કાંઈ કહેવું હોય તે પછી
મોકલાવી આપવા સૂચના કરી હતી. સવ દીક્ષા આપતાં પહેલાં સાધુ પાસે રાખીને ભણાવે અને પછી લાયક
જણાય ત્યારે દીક્ષા આપે તો શું વાંધે ? જ આ બાબતમાં પોતાના વધારાના નિવેદનમાં જણાવેલી હકીકત વાંચી
સંભળાવી હતી, અને જણાવ્યું હતું કે સગીર ઉંમરે જૈન સાધુના આચારવિચારનું પાલન કરવામાં આવે, તો વાસના ન ઉદ્ભવે અને ઉદ્ભવે તે પણ શમી જાય, તેથી ગૃહસ્થાશ્રમની ઈચ્છા થતી નથી. આ કારણથી સગીર ઉંમરે દીક્ષા લીધેલાના પતનના દાખલા જોવામાં આવતા નથી. મહાપુરૂષે બાલદીક્ષા મંજુર કરી ગયા છે અને એવા બાળદીક્ષિત મેટા આચાર્યો થયા છે. ઉત્તમ ભાવના થઈ હોય, તે ગૃહસ્થાશ્રમમાં ટકી શકે જ નહિ. જ્યાં સુધી મહાવતોની પ્રતિજ્ઞા લીધી નથી, ત્યાં સુધી ઉદ્ભવેલો વૈરાગ્ય ટકી શકવો મુશ્કેલ છે. એકલવિહારી ન થવું, એટલે બે સાધુઓને અને ત્રણ સાધ્વીઓને સાથે વિચારવાની શાસ્ત્ર આજ્ઞા કરી છે. બાળવયમાં તેને વૈરાગ્ય થયો
હોય, તો પણ ગૃહસ્થાશ્રમમાં રહેવાથી તે વૈરાગ્ય ટકો બહુ મુશ્કેલ છે. સ, સાધુ પાસે રહે, ભણે અને સાધુની પેઠે લાવીને ખાય અને પછી
યોગ્ય ઉંમરે દીક્ષા લે તો? ગૃહસ્થથી ભિક્ષા મંગાયજ નહિ, અને ગૃહસ્થ હોય ત્યાં સુધી ચેલે કહેવાયજ નહિ. સાધુથી ગૃહસ્થની સંભાળ રખાય નહિ. સાધુ ખાવાનું લાવેલ હોય, તેમાંથી ગૃહસ્થને જરાયે અપાય નહિ. વિદ્યાર્થિની એવી કેઈ સંસ્થા નથી. માને કે કદાચ સાધુ પાસે રહે તે પણ ખાવાપીવામાં સંસારીઓનો સમાગમ થાય—એટલે આવેલે વૈરાગ્ય
ટક મુશ્કેલ છે. સવ ભણીને તૈયાર થાય ત્યારેજ દીક્ષા લે, તો પાછા આવવાનો સંભવ
ન રહે ને ? જ દીક્ષા લીધા સિવાય અમારા આગમગ્રંથો ભણાય જ નહિ. ગૃહસ્થથી
તે વંચાય જ નહિ. રેફરન્સને માટે જોઈએ તે જુદી વાત છે. અભ્યાસ
તે કરાય જ નહિ. સ, તમે કઈ દહાડે નથી વાંચ્યા ? જ મેં કોઈ દહાડે આગમગ્રંથો વાંચ્યાજ નથી.
જ
For Private and Personal Use Only