________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
શેઠ કસ્તુરભાઈ અમરચંદ–ખંભાતવાળાની જુબાની
ઉમર વર્ષ, ૭૬. રહીશ ખંભાત તા. ૧૩-૭-૩ર. સ. ખંભાતમાં દીક્ષા સંબંધી કેસ થયો હતો? જ દીક્ષા સંબંધીનો કેસ થયો હતો, પણ હકીકત એવી છે કે કચ્છ મુંદરાથી
બે બાઈઓ ખંભાત દીક્ષા લેવા માટે આવેલી. બન્ને મા દીકરી હતા, છોકરીની ઉંમર ૧૬ વર્ષની હતી અને કુંવારી હતી. માની ઉંમર ૫૦-૫૫ વરસની હતી. જે સાધ્વીએ બંધ કર્યો હોય, તે સાધ્વી જ્યાં હોય ત્યાં દીક્ષા લેવા માટે જાય, એટલે ખભાત આવેલ. ખંભાત આવ્યા પછી બાઈ પાસે તેનાં સગાંઓને તાર કરાવ્યું કે અમારે
દીક્ષા લેવી છે માટે તમો આવો. સ. સંઘને પૂછવાની જરૂર ખરી કે નહિ? જ. સંઘને પૂછવાની કાંઈ જરૂરજ નહિં. સાધ્વીજીએ મને ખબર આપેલી
તેથી મેં બાઈ પાસે મુંદ્રા તાર કરાવ્યો. મુંદ્રામાં છકરીને માટે તથા છોકરીના બાપના કાકાનો છોકરે બે જણ છે. તાર કર્યા છતાં તેઓ કેઈ આવ્યા નહિં અને તાર આવ્યો કે “માને દીક્ષા લેવી હોય તે ભલે લે, પણ છોકરીને અમને સોંપજો.” છોકરીને સેંપવા લખવાનું કારણ એ હતું કે એમને ત્યાં કન્યાવિક્રયનો રિવાજ હોઈ છોકરીના લગ્ન કરે તે પ-૬ હજાર રૂપીઆ ખાવા મળે. છેકરીએ કહ્યું કે મારે તે દીક્ષા લેવી છે. અમારે ત્યાં બે પક્ષ છે. એટલે વિધિઓએ દિવાન સાહેબ, ન્યાયાધીશ સાહેબ, સુપ્રન્ટેન્ડેન્ટ સાહેબ તેમજ મારા ઉપર પણ તાર કરાવ્યા, તે ઉપરથી મનાઈ હુકમ નીકળ્યો. તેની અપીલ કરી, અને દિવાન સાહેબે હુકમ કર્યો કે તપાસ કરે. છેવટે ગઈ કાલે દીક્ષા
આપવાનો હુકમ થઈ ગયો છે. સ, તેની નકલ છે? જ ઠરાવની નકલ છે, પણ જજમેન્ટ આજે મળશે. સ, વાસદના બનાવમાં શું બનેલું ? જ છોકરો ૧૯ વર્ષની ઉંમરનો હતો. અમદાવાદ દીક્ષા લેવા ગયેલ. જન્મોત્રી
સાથે લઈ ગયેલું. પ્રેમવિજયજી મહારાજ પાસે પિતાની મેળે દીક્ષા લીધી. હું ત્યાં ગયેલ. છોકરાને સમજાવેલે પણ કરો મક્કમ હતા. બે ચાર માસ પછી વિહાર કરતાં કરતાં સાધુઓ વાસદ આવેલા. અપાસરામાં
For Private and Personal Use Only