________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
ચીમનલાલ કેશવલાલ કડીઆની જુબાની,
તા. ૧૧૭–૩ર. રહીશ–અમદાવાદ ઉં. વ. ૩૩ સવ કાયદા સંબંધી શું કહો છો ? અને જે આક્ષેપ થાય છે તે સંબં
ધમાં સમાધાન કરવા ખુશી છે કે કેમ ? જ. જયાં સુધી મારો અને આપનો દ્રષ્ટિભેદ છે અને જ્યાં સુધી જૈન
દષ્ટિએ આપ નહિં તપાસ, ત્યાં સુધી શ્રીમંત સરકાર અને અમે એકમત થવાનાજ નથી. દ્રષ્ટિભેદ હોય અને બીજાના ઉપર પોતાનો મત પરાણે ઠોકી બેસાડવાનું હોય ત્યાં ઝઘડાઓ રહેલાજ છે. આવી ધર્મની
બાબતમાં ધર્મ જૈન હોય તેજ વધુ મર્મ સમજી શકે. સ. શ્રી સરકાર જૈન નથી, પણ અમારું ધ્યેય એવું છે કે હાલ તેમાં
જે મલીનતા પડી હોય તો તે દૂર કરવી, કારણ કે શાસ્ત્ર વિરૂદ્ધ જે દીક્ષા અપાતી હોય તો આવા ગુલાબચંદના એકજ દાખલાથી અમે કાયદો કરીએ. જૈન ધર્મ કહેલું છે તે કબુલ મંજુર છે, પણ બાળકની તપાસ
કર્યા વગર જે દીક્ષા અપાતી હોય તો તેથી જૈન ધર્મની મોટીહનિ છે. જ સગીર છોકરા ઉપાડી જવામાં આવે છે કે કેમ ? તે જૈન સિવાય
બીજા વધારે ન જાણી શકે. આ બધી ધાંધલ દીક્ષાના વિરોધઓની
છે. કોઈને એવી રીતે ઉપાડી જવામાં આવતા જ નથી. સ૦ માબાપની સંમતિથી દીક્ષા થઈ હોય તે વાંધો નથી, પણ માબાપને
રડાવે વિગેરે ઠીક ન કહેવાય. પ્રભુ મહાવીરે માબાપને સંતોપીને દીક્ષા લીધી હતી ને ? શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોમાં કોઈ ચેલેજ કરી કહી શકે છે કે હું મહાવીરનું જીવન જીવવાને તૈયાર છું! અગર શાસ્ત્રમાં એવું કોઈ પણ જગ્યાએ કહેલું છે ! શાસ્ત્રો આગમ પંચાંગી સહિત માનતો હોય અને તે કોઈ પણ જૈન હોય તો આ ખરડાને વિરોધ કર્યા સિવાય રહે જ નહિ. પ્રભુનું જીવન આદર્શ તરિકે રજુ ન કરાય. પાંચ વર્ષ પહેલાં હું પોતે આ સાધુસંસ્થાનો કટ્ટર વિરોધી હતો. મારી પળમાં બનેલ બાઈ રતનનો દાખલો મેં નજરોનજર જોયો અને તે ઉપરથી મને લાગ્યું કે હું ખોટી રીતે દેવાયો છું. ત્યાર પછી તેની મેં તપાસ કરેલી, અને છેવટે ધંધે છોડી સાડા ત્રણ વરસથી પૂ. સાધુઓની સેવાનું
કામ કરું છું. સ. આ સ્થિતિ થવાનું કારણ શું?
૪૦
For Private and Personal Use Only