________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
શા. હીરાલાલ મોતીલાલ, ડભોઇવાળાની જુબાની. ઉં. વ. ૩૮.
તા. ૭-૭-૩૨. સત્ર સાગર સંભા એટલે શું ? જ. એક ગચ્છ. સ. તેમાં કેટલા મેમ્બરો છે? જ ૫૦-છપ મેમ્બરે છે અને તે ડભોઈનાજ છે. સ. તેનો ઉદ્દેશ શો છે ? જ. શાસનસેવા કરવી અને સાધુઓ ઉપર થતાં આક્રમણાની રક્ષા કરવી,
તેમજ ધર્મપ્રચાર કરવો. સઉદ્દેશો છાપેલા છે ? જના, ધર્મના પુસ્તકે ઉપરથી કામ કરીએ છીએ. સત્ર દીક્ષા સંબંધમાં શું કહો છો ? આઠ વર્ષનાને દીક્ષા આપી શકાય ? જ. હા. તે સમજી શકે. ઘરમાં ધર્મનું વાતાવરણ હેય, ક્રિયાઓ થતી
હોય, તે જોઈ તેના સંસ્કાર તે તરફ વળે. સત્ર દીક્ષા લેતી વખતે કયા વ્રત લે છે ? જ પાંચ મહાવ્રત ધારણ કરે છે.
૧. પ્રાણાતિપાત-હિંસા કરવી નહિં. ૨. મૃષાવાદ–જુઠું બોલવું નહિં. ૩. અદત્તાદાન-ચેરી કરવી નહિં. ૪. મૈથુન–બ્રહ્મચર્ય પાળવું.
૫. પરિગ્રહ–વસ્તુની લાલસા ન રાખવી. સ. નાના બાળકે આવા કઠિન વ્રતો પાળી શકે ખરા? જ. તેવા સંસ્કારવાળા બાળકને ખાવા-પીવા કે પહેરવાની ઇચ્છા થતી જ
નથી, તે હું પ્રત્યક્ષ જોઉં છું અને તેથી તેવાઓને ધન્યવાદ આપું છું.
સગીર જે કરી શકે છે તે મોટા પણ નહીં કરી શકે. સ. છોકરાને વેચે છે તે સાચું છે ? જ. ના. તેવું બીલકુલ બનતું જ નથી. સ, શ્રીમંતના છોકરાઓ દીક્ષા લે છે ? જ મધ્યમ, ગરીબ વિગેરે બધાનાં છોકરા દીક્ષા લે છે. સશ્રીમંતના લે છે? જ. હા. શ્રીમંતના પણ લે છે. સબ દાખલે આપ. જ. મારા પિતાના બે દીકરાઓને મેં દીક્ષા અપાવી છે. મારી રાજીખુશીથી
દિક્ષા અપાવી છે.
For Private and Personal Use Only