________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
વડોદરા રાજ્યની દીક્ષા તપાસ સમિતિને ગાયકવાડી
પ્રજાની અરજ.
[વડોદરામાં થતી જુબાનીઓના પ્રસંગે આવેલા વડોદરા રાજ્યના જાણીતા જૈન ગૃહસ્થોએ તા. ૭ઃ ૭:૩૨ ને દિને નીચેની અરજી તપાસ સમિતિને આપી હતી.]
સ. દી. પ્ર. નિબંધના કામમાં તપાસ અર્થે નીમાયેલી સમિતિના મહેરબાન અધ્યક્ષશ્રી અને માનવતા સભ્યો જેગ
અમો નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારના જૂદા જૂદા ગામના જેને નમ્રતાપૂર્વક અરજ કરીએ છીએ કે
આપણા રાજ્યની તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞાપત્રિકામાં જાહેર પ્રજામત જાણવા માટે સં. દી. પ્ર. ખરડો પ્રસિદ્ધ થયો અને તેથી લગભગ ૨૦૦૦ જેટલી મેટી સંખ્યામાં વિરોધ દર્શક ઠરાવ, પત્રો, તારે આવેલા છે, જેમાં ૩૫૦ લગભગ આખા શહેરો અને ગામના શ્રી સંઘના ઠરાવો આવેલા છે, જેમાં તે ઉપરાંત ગામોના શ્રી સંઘોના ઠરાવો તે શ્રીમંત સરકારનાજ રાજ્યમાં વસનારા ગામના જૈનોએ પિતાને ગામ સામુદાયિક મળી શ્રી સંધ તરીકે આ ખરડો જૈન ધર્મના સિદ્ધાંતોથી વિરૂદ્ધ અને ધર્મવર્તનની સ્વતંત્રતામાં બીનજરૂરી ડખલ કરનાર હોવાથી તેને વિરોધ કર્યો છે. આ ઉપરાંત શ્રીમંત સરકારના અનેક ગામોના જૈનોએ મહેસાણામાં એકત્રિત મળી, અધિવેશન ભરીને પણ આ ખરડાને વિરોધ કર્યો, અને અમારા ગામના શ્રી સંઘએ પણ આ ખરડાનો વિરોધ કરેલો છે, જ્યારે અમારી જાણ મુજબ આપણા રાજ્યના કોઈપણ ગામના આખાયે શ્રી સંઘે મળી આ ખરડાને ટેકો આપ્યો નથી. અને જે ફક્ત ૧૦૦ ની સંખ્યામાં ટેકો મળ્યો છે, તે પણ જુજ જુજ માણસોની સંસ્થાઓ કે વ્યક્તિઓએ આપેલો છે. આટલા ઉપરથીજ આપ સાહેબ સમજી શક્યા છે કે-જૈન પ્રજા આ ખરડાનો સમ્ર વિરોધ કરે છે, છતાંયે આપ સાહેબેએ રૂબરૂ જુબાની લેવાનું ઠરાવી કેટલાક માણસોને જબાની આપવા આવવા માટે પત્રો લખ્યા. આ જુબાની આપનારનાં નામો કયા ઘારણે કાઢવામાં આવ્યાં છે, તે અમે સમજી શકતા નથી. કારણ કે નિબંધને ટેકો આપનાર અલ્પ સંખ્યામાં દેખીતી રીતે જ હોવા છતાંયે અમારી જાણ મુજબ ખરડાને વિરોધ કરનારમાંથી જુબાની લેવા જેટલા માણસોને
For Private and Personal Use Only