________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળ તેને મળે છે એટલે એ સમજી શકાય એવી સ્પષ્ટ બીના છે કે આત્મ કલ્યાણના અભિલાવી સાધુઓ આવા તુચ્છ મોહને આધીન થાય જ નહિં. શિષ્ય મેહની દલીલથી નિબંધને ટેકો આપનારા જણાવે છે કે વધારે સિવ્યો હોય તેમ નામના વધે છે, તેથી જે આવે તેને મૂડી નાંખે છે. આ બીલકુલ માનવા જેવું નથી. કારણકે દલીલની ખાતર માનીએ કે લોક વાહવાહની ખાતર જે આવે તેને દીક્ષા આપી દે, તે બનવું અહીં સંભવિત નથી, કારણકે નવ દીક્ષિતની વર્તણુકની આખી જીંદગી સુધીની જવાબદારી ગુરૂને શીરે છે, અને જગત પણ એમ માને છે. જે પાત્ર જોયા સિવાયજ કેવળ મોહ કે વાહવાહની ખાતર દીક્ષા આપે અને પછી તે કઈ પણ દુકૃત્ય કરે તો તેથી વગોવણી પણ એજ ગુરૂની થાય, એટલે જેની ખાતર સાધુ આજે દીક્ષા આપે તેજ લુંટાવાનો ભય ભવિષ્યમાં માથે ઝઝુમતો હોય અને તે જાણવાં છતાંયે દીક્ષા આપે, એ બીલકુલ ન માની શકાય તેવી દલીલ છે. એ બીના તો સૌ કોઈ સ્વીકારે કે જે સાધુઓ વિદ્વાન અને ઉત્તમ ચારિત્રવાન હોય, તેમની પાસે દીક્ષાના અર્થી ઓ દીક્ષા લેવા વધારે જાય.
તાર્યકરોએ ક્યાં સગીરાવસ્થામાં દીક્ષા લીધી છે.
૧૯. તીર્થકરેનું જીવન એ લોકોત્તર જીવન છે. તીર્થંકરના ભવમાં તેમને સર્વ કર્મોનો નાશ કરવાનો હોવાથી, જેટલાં ભોગાવળી કર્મો બાકી હોય તેટલાં બધાંયે તેઓ ભોગવી લે છે. તેથી તે તે પ્રકારનાં કર્મો પૂર્ણ થતાં કેટલાક તીર્થકરેએ માતાપિતાની હયાતિમાં પણ દીક્ષા લીધી છે અને કેટલાકેએ પછી પણ લીધી છે, અને કેટલાકાએ ગૃહવાસ ભોગવીને લીધી છે અને કેટલાકએ બ્રહ્મચારી અવસ્થામાં જ ચારિત્ર અંગીકાર કર્યું છે. તેમના અનુયાયી જને તેમના જેવું જીવન જીવવાની, તેમના જેવી પૂર્વ ભવોની આરાધના કર્યા સિવાય ઈચ્છા કે વાત કરે તે ખોટું છે. તેમને માટે તે તેમની “આજ્ઞા” એજ ધર્મ છે અને તેથી જ જન દર્શનકારેએ કહ્યું છે કે-“ગાપIT જો ” વળી શ્રી તીર્થકરદેવનો આત્મા નિયામાં મતિ કૃત અને અવધિજ્ઞાન સાથે જ માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. અને જે વખતે દીક્ષા લે તેજ વખતે ચોથું મનપર્યાવજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, ચારિત્રાવરણીય અને મોહનીય એ ચાર ઘાતિ કર્મોનો નાશ થાય એટલે પાંચમું કૈવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જ્યારે બાકીના ચાર અઘાતી–આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મોને નાશ થાય છે, ત્યારે માસ એટલે પરમપદ પ્રાપ્ત થાય
For Private and Personal Use Only