________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
સાચવ્યું. અહીં પણ ધારણા મુજબ દીક્ષાવિરોધીઓએ કોર્ટમાં જુટ્ટી અરજી કરી મનાઈ હુકમ મેળવેલે. પરંતુ બજવણી થયેલી નહિ. અને તે પહેલાં જ પન્નાલાલ અને તેમનું કુટુંબ અમદાવાદ ગયેલું એટલે તેઓ નિરાશ થયા. પરંતુ અરજીની ખેતી વાતને પુષ્ટી આપવા પન્નાલાલને ઘેર જપ્તિ કરાવી, પંચની રૂબરૂમાં ઘરમાંથી ફક્ત પ૦–૬૦ રૂપીયાનો માલ નીકભે, ઝંખવાણા પડયા. આ બાબતની બાઈની જુબાની અને પંચક્યાસના દાખલા આપની સમક્ષ રજુ થયેલા છે. જે ઉપરથી જણાશે કે દીક્ષા વિરોધીઓની વાત છેટી છે. એટલું જ નહિ, પરંતુ આવો પુરાવો ઉભો કરવા માટે પાટણ જીલ્લામાં સરીયદ ગામના એક ૧૮ વર્ષની ઉંમર ઉપરાંતના છોકરાએ પોતાના સ્વતંત્ર હક્કથી દીક્ષા લીધેલી, તેના બાપને પાટણના જૈન યુવક સંઘવાળાઓએ ખોટી સલાહ આપી તે છોકરાની ઉંમર ૧૩ વર્ષની જણાવી મનુષ્ય હરણની ફરીયાદ સાધુ ઉપર કરાવેલી, જેમાં ન્યાયની કેટે તપાસ કરી ઠરાવ્યું કે તે છોકરો મોટી ઉમરનો છે, તેણે રાજીખુશીથી દીક્ષા લીધી છે અને તે દીક્ષા લેવાને સ્વતંત્ર હકદાર છે-એમ જણાવી ફરીયાદ કાઢી નાંખી છે. ડભોઇના છેકરાના સંબંધમાં પણ તે છોકરાએ જાતે વેષ પહેરી લીધેલો હોવાથી, તેના વાલીએ તે સાધુ ઉપર સાડવા ભગાડ્યાની ફરીયાદ કરી નથી. ફક્ત છોકરો નાની ઉંમરનો હોવાથી કબજે લેવાની અરજી કરેલી, જેમાં કે તેને ઘેર જવાની ફરજ પાડેલી. જ્યારે માબાપો પૈસા લઈને પિતાના સંતાનની દીક્ષામાં સંમતિ આપે છે–એમ નિબંધને ટેકો આપનારા વારંવાર કહે છે અને તેના ટેકામાં ઉપર જે દાખલ તેઓ રજુ કરે છે તેમાં પણ તેવું કાંઈ છે નહિં એમ ચોખું દેખાય છે, એટલે દીક્ષાની વિરૂદ્ધ પ્રચાર કરવાના હેતુથી જ માત્ર દીક્ષા લેનાર, દીક્ષા અપાવનાર અને દીક્ષા આપનારની ધર્મ લાગણીને વગોવવા માટે જ આવા આક્ષેપ કરે છે તે ખોટા છે–એ આપ સમજી શકશો.
સગીરને અને તેમના વાલીને પ્રલોભન આપવામાં આવે છે.
૧૨. નિબંધને ટેકે આપનારા કહે છે કે દીક્ષિત થયા પછી સારું ખાવાનું મળશે, લેકે પગે લાગશે, વિગેરે પ્રલોભન સગીરોને આપી દીલા તરફ આકર્ષવામાં આવે છે. આ બાબતમાં એક પણ સગીર દીક્ષિતને લાવીને તેવું કહેવરાવવામાં આવ્યું નથી. આ સંબંધમાં જણાવવાનું કે જેન અને જનેતર સમાજ સારી રીતે જાણે છે કે જૈન સાધુઓને ગમે તેવા સખત તાપમાં પણ ઉઘાડા માથે અને ઉઘાડા પગે વિહાર કરવાનો હોય છે, ગમે તેટલી તૃપા લાગી હોય તો પણ ઉકાળેલું પાણી કઈ આપે તોજ પી
For Private and Personal Use Only