________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACH
તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરાધક થઈને ભયંકર એવા સંસારમાં ઘણું ઘણું ભટકે છે.”
૬. આ ધર્માજ્ઞાને અનુસરીને અમારી ત્યાગી સંસ્થાએ ચોમેરથી એ ધર્મવિરોધી પ્રચારનો પ્રતિકાર કરવા માંડે છે. આ વખતે મુંબઈમાં બીરજ પં. શ્રી. અંતિવિજયજીએ (હાલ કાલધર્મ પામ્યા છે) જૈન સમાજની સંસ્થા તરિકે પોષાતા “શ્રી મહાવીર વિદ્યાલય માં ઑકટરી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને હાથે થતી ત્રસજીવોની હિંસાનો પ્રશ્ન ઉપાશે અને વિદ્યાલયના સંચાલકોને બોલાવી પેટને ખાતર થતી તે હિંસા બંધ કરવા સૂચવ્યું. પણ જેઓને ગમે તે પ્રકારે ગૃહસ્થાશ્રમને પુષ્ટ કરવો છે, તેઓ સાંભળે પણ શાના ? વિદ્યાલયના સંચાલકોએ તેની દરકાર કરી નહિં તેથી આ પ્રશ્ન ચારે બાજુએથી ઉપડ્યો. આથી પરમોપકારી સાધુઓ વિરૂદ્ધ કલાગણી ઉકરવા ન ઈચ્છવાયેગ્ય ઘણા પ્રયત્નો એ સુધારક તરફથી થયા, પણ તેમનું કાંઈ વળ્યું નહિં અને સમાજને મોટો ભાગ તેના જ દ્રવ્યથી પિછાતી સંસ્થા દ્વારા આજીવિકાને ખાતર થતી ત્રસ જીવોની હિંસાથી કમકમી ગયે. આ વખતે એ સુધારને જણાવ્યું કે જ્યાં સુધી જૈન સમાજના હૃદયમાં આ સાધુ સંસ્થા પ્રત્યે પૂજ્યભાવ છે ત્યાં સુધી આપણા મનસ્વી સુધારાઓ થઈ શકવાના નથી. આથી તે વખતથી તેઓએ પિતાની સર્વશક્તિઓ-લખવાની, બલવાની–ને ઉપયોગ એ પૂજ્ય સંસ્થાને હલકી ચીતરવા માટે કરવા માંડ્યો. અગ્રગણ્ય વિદ્વાન સુવિહિત સાધુઓની કેટલાક પેટભરા પાના કેસમાં અનેક તર્કટથી નિંદા કરવા માંડી. દેશની સ્વતંત્રતાની લડતના સાધુઓ વિરોધી છે, જૈન સમાજના ઉત્કર્ષ તેમને ગમતો નથી વિગેરે અનેક આક્ષેપ કર્યો. મુંબાઈ, વઢવાણ, પાટણ, ખંભાત, જામનગર, વાસદ વિગેરે સ્થળોએ તો તેમના પવિત્ર શરીર ઉપર પણ આક્રમણો કર્યા. અમદાવાદ, ખંભાત, મુંબઈ, વિરમગામ વિગેરે સ્થળોએ ખોટા કેસો કરી અમારા પૂજ્ય સાધુએને અદાલતમાં જવાની ફરજ પાડી. આ બધું કરવામાં એ લોકોને કોઈ પણ પ્રકારે કાયદાનો ભય હતો જ નહિં, કારણ કે-જૈન સાધુઓ પિતાના પર થતાં આક્રમણોના આક્ષેપોને પૂર્વકર્મના પરિણામરૂપ માને છે. અને તેથી અશુભ કર્મની નિર્જરા થતી ગણી રાજ્યની અદાલતનો આશ્રમ લેતા નથી.
૭ આ વખતે સમાજનો શાસનસેવક યુવાન વર્ગ પણ જાગૃત થયો અને તેણે પિતાનું સંગઠન કરવા ધી . મેં. જે. સોસાયટીની અમદાવાદમાં સ્થાપના કરી. શરૂઆતમાં તો ધર્મવિરોધીઓના પુષ્કળ પ્રચારમાં તેને મધુરે પણ ધીમે અવાજ સંધાય. પણ મક્કમ અને સત્ય પ્રચારથી આજે
For Private and Personal Use Only