________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
। ૐ હૈં નમઃ ।
શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆનું નિવેદન.
બાળદીક્ષા, દીક્ષાધર્મ અને વિરૂદ્ધ દલીલેાના ખોટાપણા ઉપર ફેંકેલા પ્રકાશ.
નામ——ચીમનલાલ કેશવલાલ કડી, મત્રી, એલ ઇન્ડી યંગમૅન્સ જૈન સાસાયટી સંમેલન.
રહેવાસી—અમદાવાદ.
ધર્મ—જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક
ઉમર--૩૩.
ધંધાશેર બ્રોકર અને કાપડને.
શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયેલ સૈન્સાસ દીક્ષા પ્રતિબંધક ખરડાની તપાસ અર્થે નીમાએલી સમિતિના માનવતા સભ્ય જોગ—— મુ. વડાદરા. આપની સરકાર તરફથી તા. ૩૦ જુલાઈ ૧૯૩૧ ની ‘આજ્ઞા પત્રિકા ’માં પ્રસિદ્ધ થએલ ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક ' ખરા સંબંધમાં હું નીચે મુજબ મારૂં નિવેદન રજુ કરૂં છું:
મજકુર ખરડાતી જરૂરીયાત દર્શાવવામાં જે કારણેા જણાવવામાં આવ્યાં છે તે સત્યથી વેગમાં છે અને અમારી ધર્મવતનની સ્વત ́ત્રતામાં બીનજરૂરી ડખલ કરનાર હોવાથી હું મજકુર ખરડાને વિરોધ કરૂં છું.
૧. મજકુર ખરા જૈન દર્શનના ત્યાગ માર્ગ ઉપર આક્રમણુરૂપ હાવાથી, જૈન દર્શન એ શું છે અને સંસાર ત્યાગ સાથે એને કેવા સંબંધ છે, એ વિચારવું અગત્યનું છે. જૈન દર્શનના પ્રરૂપકા જિન હાય છે. જિન એટલે રાગદ્વેષને જીતનાર. જગત્ પાતાનાં કમેૉના યોગે પીડાઇ રહ્યું છે. અને તે કર્મોના નાશ થાય તાજ જગત્ સુખી થઈ શકે, એમ જ્ઞાનચક્ષુથી નિહાળીને શ્રી જિનેશ્વરદેવાએ શાસનની સ્થાપના કરી છે.
૨. જગતના કલ્યાણનીજ એક ભાવનાથી શ્રી જિનેશ્વરદેવાએ જૈન ધર્મની સ્થાપના કરી છે. આ અનાદિ દુ:ખી સંસારની કાઇ પણ જડ હાય તેા તે રાગ છે, અને જયાં રાગ છે ત્યાં દૂધ તેા નિયમા હોયજ. સંસારની જડ રૂપી રાગ અને દ્વેષને જેઓએ જીતીને શુદ્ધ અને સચ્ચિદાનંદ સ્વરૂપ
૧૨
For Private and Personal Use Only