________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકૃતિઓ છે. ઉપરાંત ત્રણચાર આકૃતિઓ નૃત્યની સ્થિતિમાં છે.એક આકૃતિ પડી ગએલી છે અને એક નગ્નાવસ્થામાં છે.
જનું શામળાજી મંદિર જેનો મંડપ ઈટોથી ચણેલો છે તેમાં, અને હાલ રઘુનાથજી મંદિર તરીકે ઓળખાતા મંદિરના મંડપમાં પણ આવી જાતની આકૃતિઓ છે.
પ્લેટ ૧૯ ૪ર શામળાજી મંદિરની એક તકતી. આશરે ૧રમી સદી ઈસ્વી.
મુખ્ય મંદિરની ત્રણ બાજુએ સૂંઢ વતી લડતા હાથીઓની આકૃતિઓ છે. આ આકૃતિઓની રચના સુરેખ અને પ્રમાણશુદ્ધ છે અને તેમના પગની ખલાઓની કડીઓ તેમજ તેમના સાજ સુંદર પદ્ધતિથી દર્શાવેલાં છે.
પ્લેટ ર૦ ૪૩ કસનગઢના મંદિરની છત. અંદાજે ૧૫મી સદી ઇસ્વી.
મધ્યમાં, અર્ધા મનુષ્ય શરીરવાળી અને નાગની ફણાધારી મસ્તવાળી એક આકૃતિ ઉપર આરોહણ કરેલા કૃષ્ણભગવાન છે. નાગના શરીરનો નીચેનો ભાગ એ મધ્યસ્થ આકૃતિઓની આસપાસ પિતાના શરીર વડે ગાઠે પાડતે સુંદર વર્તુલોથી વીંટાએલો છે; અને નાગના શરીરની આસપાસ અર્ધમનુષ્યની આકૃતિવાળી આઠ નાગણે વિટળાએલી છે. નાગના તેમજ તેમના હાથ પ્રાર્થના રૂપમાં જોડેલા છે. કૃષ્ણના હાથમાં એક પણ અસ્ત્ર નથી એટલે આખી છત કાલિનાગમર્દન દાખવતી હોય એમ લાગે છે. ૪૩ (બ) વડાલીને એક પાળિયે. ૧૬ કે ૧૭મી સદીને શુમાર.
૫૦
For Private and Personal Use Only