________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેટ ૧૬ ૩૮ કદરાની વધુ વિગતે, શામળાજી મંદિર. આશરે ૧૨મી સદી ઈસ્વી.
૩૯ શામળાજી મંદિરની પૂર્વ દિવાલની ઉપરની તકતીને દેખાવ. આશરે ૧૨મી સદી ઈવી.
દેવતાઓ, નૃત્ય કરતાં માનવીઓ, અનુચરો વગેરેની વિવિધ છટાથી આલેખાએલી આકૃતિઓ અત્યંત લલિત છે.
પ્લેટ ૧૭ ૪૦ શામળાજી મંદિરની પશ્ચિમ દિવાલનો દેખાવ. ૧૨મી સદી ઈસ્વીને શુમાર.
નૃત્ય કરતા ગણેશની એક અપૂર્વ આકૃતિ એમાં છે. તાણ્ડવ નૃત્ય કરતા ગણેશની આકૃતિઓ બહુ વિરલ હોય છે. તેની મુખભાવ ખૂબ આનંદમય છે અને આખા શરીરની સમતોલના સંપૂર્ણ છે. અંગરેખાઓને પ્રવાહ સુજિત છે. - બીજી આકૃતિઓ પણ ખૂબ આકર્ષક છે. નીચલી તક્તીની વિગતો પ્લેટ ૧૫ અને ૧૬માં બતાવેલી છે.
પ્લેટ ૧૮
શામળાજી મંદિરના મંડપની છત.૧૨મી સદી ઇસ્વીને શુમાર. સેળ પાંખડીવાળાં પદ્મની રચનાવાળી અને મધ્યભાગમાં ઝુમ્મરની પેઠે લટકી રહેલી કતરણીવાળી આ છતની રચના છે. બહિર્વલમાં સેળ મેટા કદની મૂર્તિઓ છે. તેમનું કદ ૪૬” છે અને તેની કોતરણી સુઘડ છે. મધ્યસ્થ આકૃતિ કૃષ્ણની છે અને મંજીરાં, મૃદંગ, વાંસળી, વીણું, ઢેલ વગેરે વાવાળી બીજી આઠ નવ
૧૮
For Private and Personal Use Only