________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાજીવાવ, જુમ્મા મસ્જિદ અને એક કુંડ એ આ મુસલમાન સમયના અવશેષ છે. કાજીવાવના શિલાલેખ મુજબ એ વાવ સંવત ૧૫૭૮ (સને ૧૫૨૨)માં સુલતાન મુઝફરશાહના વખતમાં ઇડરના સુખા મુબારિઝ-ઉલ-મુલ્કે બંધાવેલી. જુમ્મા મસ્જિદને શિલાલેખ ગુમ થયેા હેાય તેમ જણાય છે, અને કુંડમાં જોકે એક શિલાલેખ નથી. તાપણુ તેની આંધણી વગેરે કાટના ચણતર સાથે એવી રીતે સંકળાએલી છે કે કેટની સાથે તે પણ સને ૧૪૨૬માં બાંધવામાં આવી હશે એમ અનુમાન થાય છે.
કુંડ એ મધ્યમ પરિમાણના એક જળાશય જેવા જ છે. તેની ચારે બાજુ એક આંગણ જેવું બાંધેલું છે અને દંતકથા કહે છે કે આ સ્થાને સુલતાનની બેગમા સ્નાનાર્થે અને નમાજ પઢવા માટે આવતી. તેમના આવજાવના માર્ગ તરીકે ટેકરી પરના મહેલથી અહીં સુધી એક ભૂમિગત માર્ગ—ભોંયરું હતું. ઈડર
ઇડર અનેકશત વર્ષી સુધી રાજ્યગાદીનું સ્થળ હતું. સને ૧૯૦૨માં મહારાજા સર પ્રતાપસિંહજી સાહેબે હિંમતનગર મુકામે ગાદી ફેરવી. સંસ્થાનના મધ્ય ભાગમાં ચેાગમ આવેલી ઊંચી ટેકરીઓના પેટાળમાં ઇડર ગામ વસેલું છે. તેનું ઐતિહાસિક નામ ઇલ્વદુર્ગ અથવા ઇલ્લનને દુર્ગ એવું છે. હિંમતનગરથી ૧૮ માઈલ ઉત્તરે તે આવેલું છે. ચાતરફ આવેલી ટેકરીએ ઇડરના કુદરતી કાટ જેવી છે તેથી લાકભાષામાં એને ‘ઇડરીએ ગઢ’ કહેવામાં આવે છે. આ સંબંધી અનેક દંતકથાઓ અને લેકગીતા પ્રચલિત છે. આ ગઢ અનેક હુમલાએ સહન કર્યાં છે અને અનેક વખત આગળ ધપતા દુશ્મનાને એણે સફળતાથી ખાળી રાખ્યા છે.
૧૨
For Private and Personal Use Only