________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈડર સંસ્થાનના કેટલાક પુરાતન અવશેષા
હિંમતનગર
સં
સ્થાનની હાલની રાજ્યગાદી અમદાવાદથી ૫૫ માઇલ દૂર હિંમતનગર મુકામે છે. હાથમતી નદી ઉપર એ ગામ વસેલું છે અને સને ૧૪૨૬માં ગુજરાતના સુલતાન અહમદશાહે એ વસાવ્યું હતું. પેાતાના નામ ઉપરથી સુલતાને તેનું અમદનગર એવું નામ રાખ્યું અને ઇડરના રાવરાજાઓના હલ્લાઓને સામના કરવા તેને સ્થાનિક રેતી પત્થરને મજબૂત કાટ તેણે ચણાવ્યા. હાલમાં એ કાટના માત્ર એકજ ખંડિત ભાગ, આશરે ૪૦૦ ફૂટ લાંખા, હાથમતી નદીના કિનારા ઉપર કાલીમાતાના કુંડની બાજુમાં અવશિષ્ટ રહ્યા છે.
આ સ્થળની હવા અમદાવાદ કરતાં વધારે શીતળ હાઈ સુલતાન અહમદશાહ પેાતાના ગ્રીષ્મનિવાસ અહીં રાખતા. આજે જે જગ્યાએ રાજમહેલ છે તે ખડક પરજ તેણે મહેલ બંધાવેલા. સદ્ગત મહારાજા સાહેબ જનરલ સર પ્રતાપસિંહજી સાહેબે પેાતાના પ્રિય પૈાત્ર મહારાજા શ્રી હિંમતસિહજી સાહેબના નામ ઉપરથી આ સ્થળનું નામ ફેરવીને હિંમતનગર રાખ્યું.
૧૧
For Private and Personal Use Only