________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) વતું નથી ખાંસી થાય છે, તરસ લાગે છે, મૂછો થાય છે, મેટું કડવું થઈ જાય છે, અને આળસ ઉપજે છે એવાં ચિન્હ થાય છે.
પિત્તકફજ્વરના ઉપાય. किरमालो वचा हिंगुलकं धान्यकं निशा । सुस्ता यष्टी तथा भार्गी पर्पटः समभागतः ॥ ४८ ॥ अष्टावशेषितः क्वाथो मधुना प्रतिवासितः : पितश्लेष्मज्वरं हन्ति क्वाथ एषां निषेवितः ॥ ४९ ॥ पटोली निवपत्राणि पथ्या कटुकरोहिणी। पित्तश्लेष्मज्वरं हन्ति क्वाथ एषान्निषेवितः ॥ ५० ॥ त्रिफला वालकं यष्टिराटरूषः पटोलिका। क्वाथोमधुयुतः पीतः श्लेष्मपित्तज्वरापहः ॥ ५१ ॥ पटोली रिंगिणी शुंठी किरातं कटुरोहिणी। गुडूचींद्रयवा घासा मुस्ता भार्गी च चंदनम ॥ ५२ ॥ क्वाथः पीतोऽरुचि दाघं तृष्णां छर्दिमसंवरम् ।
श्लेष्मपित्तज्वरं हन्ति कासं शूलं च दारुणम् ॥ ५३ ।। ૧. કિરમાલ (?) વજ, હીંગ, વાળ, ધાણા, હળધર, મોથ, જેઠીમધ, ભારંગ, પિતપાપડે, એ ઔષધો સમ ભાગે લઈને તેમાંથી ચાર તોલા ઔષધને સોળ ગણું પાણીમાં ઉકાળી આઠમે ભાગે શેષ રહે ત્યારે ગાળી લઈ ઠંડું પડવા દેઈ તેમાં મધ નાખીને પાવે. આ કવાથ પીવાથી કફપિત્ત જવર નાશ થાય છે.
૨. પટોલ, લીમડાનાં પાંદડાં, હરડે, કડાછાલ, એ ઔષધોને કવાથ કરીને પીવાથી પિત્તકફ જવર નાશ પામે છે.
૩. ત્રિફળાં (હરડે, બેઠાં, આમળાં), વાળ, જેઠીમધ, અર પટેલ, એ ઔષધને કવાથ ઠડે થયા પછી મધ સાથે પીવાથી કફપિત્ત જવરને દૂર કરે છે.
૪. પટેલ, રીંગણ, શુંઠ, કરિયાતુ, કડાછાલ, ગળો, ઈદ્રજવ, અરડુશી, મોથ, ભારંગ, તાંજલી, એ ઔષધોનો કવાથ પીવાથી અરુચિ, દાહ, તરસ, ઉલટી, મનનું પરાધીનપણું એ સર્વ સહિત કફપિત્તજ્વર તથા ભયંકર ખાંસી અને શળ પણ મટે છે.
For Private and Personal Use Only