________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૩ )
લવંગાદિ ચૂર્ણ. લવીંગ, કકલ, પીપર, સુંઠ, ચંદન, એલચી, મોથ, વશરે ચન, વીરણવાળ, નાગકેસર, જાયફળ, કપૂર, છડ, સતાવરી, ગેખરૂ, આસધ, ગળોસત્વ અને તગરનું સમમાત્રા ચૂર્ણ સાકરમાં લેવું તેથી સર્વ પ્રમેહ મટે છે.
કાયલાદિ ચૂર્ણ. કાયફળ, પુષ્કરમૂળ, ભારિગ, કાકડાસીંગ, એ ઐાષધીનું સમમાત્રા ચૂર્ણ મધમાં તથા આદાના રસમાં લેવું, તેથી કફરોગ મટે છે.
શ્રીખંડાદિ ચૂર્ણ. કેસર, મરી, જાયફળ, લવંગ, દ્રાક્ષ, તજ, તમાલપત્ર, રતાંજળી, વાળ, જેઠીમધ, હળદર, શુંઠ, પીપર, પીપરીમૂળ, ધાણા, જીરૂં, નાગકેસર, કમળકાકડી, અને ખારેકનું, સમમાત્રા ચૂર્ણ કરી સાકર મેળવી, અડધે તેલ લેવું. તેથી શ્વાસ, કંઠશેષ, જવર, પ્રમેહ લેહીવિકાર અને અતીસાર મટે છે તથા શરીરને પુષ્ટિ થાય છે.
उपयोगी गोलियो.
અમૃતમભા ગુટી. લવીંગ, જાયફળ, કેસર, અકલકર, કઉચાં, કાળી મૂશળી, સુઠ, તજ, અફીણ, કનકબીજ, ખેરસાર, કપૂર, એ દરેક વસ્તુ એક એક તેલ લેવી; કસ્તૂરી ચારમાસા લેવી; પછી તેનું બારીક ચૂર્ણ કરી નાગરવેલના પાનના રસમાં ગોળી ચણોઠી જેવડી વાળી સૂકવવી. એ ગેળી વીર્થ સ્તંભન કરે છે. પચ્ચ–ગહનું અન્ન ખાવું.
For Private and Personal Use Only