________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) उपयोगी चूर्णो.
લાક્ષાદિ ચૂર્ણ લાખ, હરડે, મજીઠ, હળદર, બેઠાં, આમળાં, દેવદાર, સુંઠ, રીંગણી, ભેંયરીંગણી, ગોખરૂ, બીલીમૂળ, અરણમૂળ, ટીંમૂળ, મેથ, અઘાડે, લીમડાનાં પત્ર, એરંડામૂળ, વાવડીંગ, ચિત્ર, દાંતિ, પીપર, મરી, રસાંજન, તેજવતી, લેધર, આ સર્વ ઔષધી સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી મધમાં બેર જેવડી ગોળી બાંધવી. સવારમાં એક ગોળી લેવી, તેનાથી દાંતોગ, મુખરોગ, અને ગળાનારેગ મટે છે. એક માસ પર્યત એ ચૂર્ણ ગાયના મૂત્રમાં એક તેલે સવારે ને એક તેલે સાંજે ફાકે તે કોઢ માત્રને નાશ કરે છે.
વૈશ્વાનર ચૂર્ણ. | સિંધવ, યુવાની, પીપરીમૂળ, અજમો, પીપર, સુંઠ, હરડે, એ સર્વનું ચૂર્ણ સાત દિવસ ઉહા પાણીમાં ફાકવાથી પાળ, બસ્તિશૂળ, નિશૂળ, વાયુવેગ વગેરે મટે છે.
બિભીતકાદિ ચૂર્ણ બેઢાં, અતિવિષ, નાગકેશર, નાગરમોથ, પીપર, ભારીંગ, સુંઠ, મરી, રસાંજન, તેજવતી, ત્રિફલા, લેધર, સર્વનું ચૂર્ણ કરી મધમાં ગોળી બોર જેવડી કરવી. સવારે એક ખાવી. દાંતરોગ અને ગળાના રોગને મટાડે.
નવ રસાદિ ચૂર્ણ હરડે, બેઢાં, આમળાં, સુંઠ, મરી, પીપર, વાવડીંગ, મેથ, ચિત્ર, એ બધી વસ્તુઓ સરખે ભાગે લેવી, લેહભસ્મ ચાર તેલા લેવી. પછી તેને મધ અને ઘીમાં ચણા જેવડી ગળી વાળવી, એ
For Private and Personal Use Only