________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परमजैनाचार्यश्रीश्रीकंठसूरिविरचितो.
हितोपदेशः
मंगलम्. नत्वा मुनीनामृषभं दयालु तीर्थकरं श्रीवृषभं गुणात्यम्। हिताय रुग्भिः परिपीडितानां हितोपदेशं कथयामि कंचित् ॥१॥
મુનિઓને વિષે શ્રેષ્ઠ તથા દયાળુ અને ગુણેકરીને સંપન્ન એવા આદિ તીર્થંકર શ્રીવૃષભદેવને પ્રણામ કરીને, રોગો વડે કરીને ચારે તરફથી પીડાતા લોકોના હિતને અર્થે થોડોક હિતોપદેશ કહું છું––હિતપદેશ નામે ગ્રંથ લખું છું.
રોગની પરીક્ષાના પ્રકાર.' .रोगाक्रांतशरीरस्य स्थानान्यष्टौ निरीक्षयेत् । नाडी मूत्रं मलं जिह्वां शब्दः स्पर्शः स्वरूपदृक् ॥ २ ॥
જે માણસ રોગવાળે હોય તેના શરીરનાં આઠ સ્થાનની પરીક્ષા કરવી જોઈએ. તે આઠ સ્થાનનાં નામ-નાડી, મૂત્ર, મળ, જીભ, શબ્દ, સ્પર્શ, આકૃતિ અને નેત્ર.
નાડીથી શું માલુમ પડે છે? पातपित्तकर्फ द्वंद्वं रसं रक्तं त्रिदोषजम् ।। साध्यासाध्यविवेकं तु पूर्व नाडी प्रकाशते ॥ ३ ॥
વાત, પિત્ત, કફ, વાતપિત્ત, વાતકફ, પિત્તકફ, રસ, રક્ત, ત્રણે દેષ એકઠા મળવાથી થયેલ વિકાર તથા રોગી બચશે કે નહિ બચે, એ સઘળું નાડી જ્ઞાનથી પ્રથમથી જ માલમ પડે છે.
For Private and Personal Use Only