________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭ ) रसांजनं शिला शंखनाभिपिष्पलीचूर्णकम् । पालनेत्ररुजं हन्ति मधुना लोचनांजनात् ॥ २२ ॥ दाडिमी गैरिकं चूर्ण मुस्ता लोभ्रं समांशतः । अजाक्षीरेण लेपोक्षिपुटयोरक्षिरोगहृत् ॥ २३ ॥ અક્ષor impફાર્થીમુસ્તા િ.. बहिरालेपनं कार्यमक्षिरोगविनाशनम् ॥ २४ ॥ ब्राह्मी दुरालभा कुष्टं शिरीषः सैंधवं कणा । काकोली चूर्णकैः पक्कं नवनीतेन गोः समम् ॥ २५ ॥ घृतं तु पानतः कुर्यादायुर्मेधा तथा स्मृतिम् । रक्षोभूतमयं हन्ति बालानां सर्वरोगहृत् ॥ २६ ॥ पाठायवाः सैंधवशिग्रुपथ्या कटुत्रयं गोनवनीतपक्वम् । पतघृतं पानत एवकुर्यान्मतिं स्मृतिं गात्रबलं शिशूनाम् ॥२७॥
૧ ડાંગરની ધાણી, જેઠીમધ, મેરમાંસી, સાકર, રસાંજન, એ ઔષધોનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી બાળકોને તાવ મટે છે.
૨ ડાંગરની ધાણી, શિલાજિત, મરમાંસી, જેઠીમધ, એ સર્વ સમાન લઈને ચૂર્ણ કરી મધ સાથે બાળકને ચટાડવાથી તેના સર્વ પ્રકારના તાવ નાશ પામે છે.
૩ પીપર, અતિવિખ, કાકડાસીંગ, એ ઔષધેના ચૂર્ણને મધ સાથે ચટાડવાથી બાળકને તાવ મટે છે.
૪ એકલી અતિવિખની કળી વાટીને મધ સાથે ચટાડવાથી બાળકને તાવ, ઉલટી, તથા ખાંસી મટે છે.
૫ મોરમાંસી, રસાંજન, ડાંગરની ધાણી, પીપર, કાકડાસીંગ, એ ઔષધ સમાન લેઈ તેનું ચૂર્ણ કરી મધ સાથે પીવાથી બાળકેને શ્વાસ, ઉલટી તથા તાવ નાશ પામે છે.
૬ તપખીરનું ચૂર્ણ કરી મધ સાથે ખાવાથી બાળકની ખાંસી મટે છે.
૭ સાપની કાંચળી, માથાના ઉતરેલા વાળ, ધાળા સરસવ, એ વસ્તુઓને નીચેના મંત્રથી ધૂપ કરવાવડે બાળકને ગ્રહદેષ નાશ પામે છે.
For Private and Personal Use Only