________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૭ ) शिलातालककुष्टानि निशालांगलिकोद्भवम् । चूर्ण गोमूत्रसंपिष्टं पामां हन्ति प्रलेपतः ॥ ५० ॥ जयिनीमधुनिर्यासं हरीतकी मरिचगंधसिंदूरम् । वचया सह दधिसारं निहंति खर्च च पामांच॥ ५१॥ कनकभुजगवल्ली मालतीपत्र दूर्वा रसगदकुनटीभिर्मर्दितस्तैलयुक्तः। अपहरति रसेन्द्रो कुष्टकंडूं विर्चाच स्फुटित चरणरंधं श्यामलत्वं त्वचायाः ॥ ५२ ॥ ૧ જેમ મહાવીરસ્વામીનું સ્મરણ કરવાથી પાપ નાશ પામે છે તેમ, ભેંશનું માખણ, સિંદૂર અને મરીને લેપ કરવાથી ખસ મટે છે.
૨ મનશિલ, હરતાળ, ઉપલેટ, હળદર, વઢવાડિયાનું મૂળ, એ ઔષધોનું ચૂર્ણ ગાયના મંત્રમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે.
૩ જયિની ( લાજાવ્યું કે કુંવાડીયાનાં બીજ?), મહુડાને રસ, હરડે, મરી, ગંધક, સિંદૂર, વજ એ સિાનું ચૂર્ણ દહીંની તર અથવા માખણમાં મેળવીને લેપ કરવાથી લૂખસ તથા ખસ મટે છે. - ૪ ધંતૂરાનાં પાંદડાં, નાગરવેલનાં પાન, માલતીનાં પાંદડાં, દરે, એ સર્વને વાટીને તેનો રસ કાઢ, તથા તેમાં ઉપલેટ, મનશીલ, પારો તથા તેલ નાખીને ઘુંટવું. એ ઔષધ ચોપડવાથી કોઢ, લુખસ, વિચર્ચિકા, અને ત્વચાનું કાળાપણું, એ સઘળું મટી જાય છે. તેમજ પગ ફાટીને તેમાં છેદ પડ્યા હોય તે પણ મટી જાય છે.
સિમ કઢના ઉપાય. करंजककलिबीजे विडंगं हैवजस्तथा । शिरीषं कांजिकापिष्टं चूर्ण लेपेन सिध्महत् ॥ ५३ ॥ कुष्ट पत्रककासीसशिलामरिचचूर्णकं । शिरीषतैलमिश्रं वा ताम्रपात्रे धृतं त्र्यहम् ॥ ५४ ॥
For Private and Personal Use Only