________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫ ) સારી પેઠે ઉકાળીને લેપ કરવાથી ઘણું દિવસની વિચર્ચિકા મટી જાય છે.
૪ મનશિલ, હરતાળ, હળદર, ઉપલેટ, વઢવાડિયાનાં મૂળ, ચિત્રો, એ ઔષધેનું સમાન ભાગે ચૂર્ણ કરીને ગાયના મૂત્ર સાથે લેપ કરવાથી વિચચિકા નાશ પામે છે.
सर्पिछागीपयोमिश्रं सप्तभिर्लपमात्रतः । शतावरीशिफाफेनलेपो वन्हिप्रतापहृत् ॥ ९६ ॥ ૧ બકરીના દૂધમાં ઘી મેળવીને તેને સાત ફેરા લેપ કરવાથી અગ્નિથી દાઝેલું મટી જાય છે.
૨ શતાવરીનાં મૂળનું ફીણ ચોપડવાથી અગ્નિથી દાઝેલાની બળતરા મટે છે.
सैंधवं मरिचोशीरं सर्पिर्मधुगुडः पुरः । गैरिकं स्फुटितौ पादौ लिप्तौ वै पंकजोपमौ ॥ ९७ ॥ मदनान्वितसामुद्रलवणं महिषीभवं । भृक्षणं तापितं लेपात्पादौस्यातां कजोपमौ ॥ ९८ ॥ ૧ સિંધવ, મરી, વાળ, ઘી, મધ, ગોળ, ગેરૂ, એ સર્વને મલમ કરીને વ્યાઉ ફાટેલા પગે લેપ કરવાથી પગ કમળ જેવા થાય છે.
૨ મીઢળ, સિંધવ, અને ભેંસનું માખણ, એ ત્રણને ગરમ કરીને તેને પગે લેપ કરવાથી પગ કમળ જેવા થાય છે.
इतिश्री परमजैनाचार्य श्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि कुरंड. मूल व्याधि अतीसारग्रहणी श्लीपदरिंगिणी वालकऊरुस्तंभ विचर्चिका पादरोग प्रतीकारनामा सप्तमः समुद्देशः ॥ ७ ॥
સર્વાઇ.
લતા રેગનું લક્ષણ वातपित्तादि दोषेण चतुर्थोत्पद्यते तनौ । लुनाति सर्वगात्राणि तेन लूताः प्रकीर्तिताः ॥ १॥
૧૦
For Private and Personal Use Only