________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ અજમોદ, વજ, ઉપલેટ, અમ્લતસ, સિંધવ, સાજીખાર; હરડે, શુંઠ, પીપર, મરી, બ્રહ્મદડી (ખાખરનાં બીજ), મેથ, સંચળ, શુંઠ, બીડલવણ, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરી ને છાશ સાથે પીવાથી સઘળા પ્રકારનાં શળ મટે છે.
પ યવાન, સિંધવ, દેવદાર, જવખાર, સંચળ, શુંઠ, દીવેલાનું મૂળ, હિંગ, બિડલવણ, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ ઘણું બારીક કરીને તે, ગળે નાખીને પકવ કરેલા દુધ સાથે પીવાથી સઘળા પ્રકારનાં ળ જલદીથી મટી જાય છે.
૬ આસ્વવેતસ રસ, સિંધવ, શુંઠ, હિંગ, સંચળ, અજમોદ. અને દેવદાર, એ ઔષધે સમાન લઈને તે સઘળાંને લોઢાની કઢાઈમાં. નાખીને નીચે અગ્નિ કરીને બાળી નાખવું. એમ કરવાથી જે ક્ષારઃ થશે તેને બારીક વાટીને તે પાણી સાથે પીવાથી તીવ્ર એવા શળને નાશ કરે છે.
૭ અલવાનું મૂળ, સરગવાનું મૂળ, મેરમાંસી, સિંધવ, એ ઔષધ સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ખાવાથી પ્રથમ અને જીર્ણ થઈને પછી તેથી જે શૂળ ઉત્પન્ન થયું હોય તે નાશ પામે છે.
૮ શુંઠ, સંચળ, હિંગ, પાડળનું મૂળ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેને પાણી સાથે પીવાથી અનેક પ્રકારનાં શુળ નાશ પામે છે.
૯ અજમોદ, પહાડમૂળ, શુંઠ, પીપર, મરી, સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી અનેક પ્રકારનાં શળ મટે છે.
પરિણામ શૂળના ઉપાય. परिणामोद्भवंशूलं त्रिफला लोहचूर्णकम् । भक्षितं मधुना सार्ध नाशयत्यति वेगतः ॥ ५१ ॥ धृष्टदालोक्ता मुद्दा शालिलाजाश्च सेंधवम् । धान्यं जोरं जले स्विन्ना यवागूरिति कथ्यते ॥ ५२ ॥
આ યુગમાં શુંઠ બે વાર આવેલી છે માટે બમણું લેવી કેમકે પ્રાચીન વૈદ્યનો એવો સંકેત છે.
For Private and Personal Use Only