________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५२०
જયનારાજ
**
**
*
*
વિવાહ શબ્દના અર્થમાં ગોટાળો થાય છે. વિવાહ સંસ્થા નહતી એને અર્થ “કઈ પણ ઉમરમાં આવેલી સ્ત્રી કોઈ પણ પ્રૌઢ પુરુષ સાથે અનિયંત્રિત રીતે સંબંધ રાખતી હશે' એવો કરાય છે. જે તેવો અર્થ કરનારાઓનો મુખ્ય મુદ્દો એવો છે કે માણસ મુખ્યત્વે કરીને સમાજપ્રિય પ્રાણી છે, તે તે ન હોત તે સંસ્કૃતિ અને પ્રગતિ બંને સ્થિતિઓ ઉત્પન્ન થવી અશક્ય હતી, કારણ કે આ બંને સ્થિતિમાં અનેક લોકોના ભેજામાંથી ઉત્પન્ન થતી કલ્પનાઓનું એકીકરણ થયા સિવાય પ્રતીત થઈ શકતી નથી, એ બધી બાબતે ગૃહીત માનીએ તે સ્ત્રી પુરૂષ સંબંધ વિષયક બાબતમાં નિયંત્રણ મૂકવાથી સંસ્કૃતિ અગર પ્રગતિને વિરોધ થવાનું કોઈ પણ કારણ નથી. એતિહાસિક કાલમાં તે કુટુંબ નિશ્ચિત હતાં અને આજે પણ છે. તેથી સંસ્કૃતિની ગતિને વિરોધ થયો હોય એમ જણાયું નથી.
ખરી હકીકત એ છે કે લાખો વર્ષોને મનુષ્યજાતને ઈતિહાસ હજુ અજ્ઞાત છે. તે કાલ સંબંધી અમુક કલ્પનાઓ ગૃહિત માની આપણે અનુમાને કાઢીએ છીએ. પરંતુ તે કલ્પનાઓ મૂળમાં સાચી ન હોય તે આપણું અનુમાન પણ અસિદ્ધજ કરશે. અહીં ગૃહીત કૃત્ય એમ છે કે સમાજ અવિવાહની સ્થિતિમાંથી વિવાહની સ્થિતિએ જાય છે. પરંતુ આજના યુરોપ તરફ જસા બારીકાઈથી જોઈશું તે તે સમાજ-સહીસલામત રીતે બહાર પડે તો-વૈવાહિક નિબંધની સ્થિતિ માંથી અવિવાહની સ્થિતિમાં ગયો એમ શા માટે ન કહી શકાય ? મુખ્ય મુદ્દો, સમાજ કઈ સ્થિતિમાં હો એ નથી પણ રાષ્ટ્રના અગર સમાજના રક્ષણ માટે તે કઈ સ્થિતિમાં હવે જોઈએ એ છે.
? Bachofen and Morgan quoted by Muller Hyer in lis Evolution of marriage
Now Evolution-Clarke,
For Private and Personal Use Only