________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં જતિ સંસ્થા
જોઈએ, એવો મત હવે પ્રચલિત થવા માંડ્યો છે. ઉચ્ચ પ્રજાની વૃદ્ધિ થવા માટે અને કનિષ્ઠ પ્રજાને નાશ થવા માટે બને ઠેકાણે અસ્પૃશ્યતા ઉત્પન્ન કરવી જોઈએ. ઉચ્ચ વર્ણોની અસ્પૃશ્યતા પવિત્રતા મનાઈ અને કનિષ્ટ વર્ગની અસ્પૃશ્યતાનું એજ અસ્પૃશ્યતા નામ રહ્યું. બન્નેના મૂળમાં એકજ તત્ત્વ છે. એકંદરે મહાત્મા ગાંધીજી અને તેમનું મંડળ કહે છે તે પ્રમાણે અસ્પૃશ્યતા એ ધર્મ પર કલંક ન હોઈ સુપ્રજાની વૃદ્ધિ કરવાનું અને કુપ્રજા ઓછી કરવાનું એક સાધન છે. સર્વ ઠેકાણે સર્વ પ્રકારનું વિભકિતકરણ ત્યાજ્ય નથી, એટલું ઉપરની ચર્ચા પરથી સિદ્ધ થાય છે.
હવે આ સર્વ ઠેકાણે ગ્રાહ્ય છે કે નહિ તેને વિચાર કરીએ. સમાજની વિભાગણી મૂળ કયાં તો પર થઈ છે? હિન્દુસમાજશાસ્ત્રને આ પ્રશ્નોને ઉત્તર આપતાં શી શી અડચણે ઉપસ્થિત થાય છે એને બરાબર ખ્યાલ હ. સમાજમાં જે જે સમૂહે પડેલા દેખાતા હતા તે જ સમૂહ લઈ તેમની સુપ્રજા શાસ્ત્રની દષ્ટિએ વ્યવસ્થા કરી. પરંતુ તેઓ જાતિ ઉપજાતિઓની વ્યાખ્યા કરવાની ભાંજગડમાં પડયા નહિ, તેથી જ વાત મજા એવો ઉલ્લેખ મળી આવે છે. ઉપજાતિઓની વ્યાખ્યા કરવી અને તેમની વ્યાપ્તિ નિશ્ચિત કરવી એ આધુનિક પંડિતેને લાગે છે એટલું સહેલું નથી. ડાનિ કહે છે કે, “ જાતિ એ શબ્દની જે જુદી જુદી વ્યાખ્યાઓ અપાઈ છે તેની ચર્ચા હું અહીં કરતો નથી; કારણ કે કોઈ પણ એક વ્યાખ્યાથી સર્વ પ્રાણીશાસ્ત્રનું સમાધાન થશે નહિ, અને છતાં પણ પ્રત્યેક પ્રાણીશાસ્ત્રજ્ઞ જાતિ (species) કેને કહેવી એ બરાબર જાણે છે.” એવા જ પ્રકારને મત બીજા એક પ્રાણીશાસ્ત્રજ્ઞ હેકેલે આપે છે. અમે કહીએ છીએ કે આ સમૂહ સમાજમાં જુદું જુદું અસ્તિત્વ
૧ Origin of Species by Charles Darwin. ૨ Morphology by Haeckel.
For Private and Personal Use Only