________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનું અમાજરચનાશાળા
કઈ પણ મનુષ્યની જે કંઈ સંતતિ સિલક રહે છે, તેમાંથી પહેલાં થએલા બાળકની જીવનશકિત પાછળથી થએલાં બાળકોની જીવનશકિત કરતાં વધુ હોય છે. એમ પણ જણાઈ આવ્યું છે કે પ્રથમ થએલી સંતતિની સંતતિ પાછળ થયેલી સંતતિની સંતતિ કરતાં વધુ સુદઢ હોય છે.
અહીં સુધી બાલવિવાહથી થનારા ફાયદાઓનું દિગ્દર્શન કર્યું. હવે
વયની વૃદ્ધિથી થનારા ગેરલાભની ચર્ચા
કરીએ. ઉપદંશ, પ્રમેહ વગેરે રોગો સમાજને વયની વૃદ્ધિનાં વિઘાતક છે એ અમે પાછળ બતાવ્યું છે. પરિણામ તે રોગો વિવાહનું વય વધવાથી ઓછા
થાય છે કે વધારે થાય છે તે હવે જોવાનું છે. તે રોગને અટકાવવા માટે વૈદકીય યુક્તિઓ વાપરવી એમ કેટલાક લેકે સૂચવે છે; પરંતુ તે યુક્તિઓ વિના મૂલ્ય વાપરી શકાશે એમ લાગતું નથી. સર્વ સાધારણ દષ્ટિએ જોતાં આ રોગ પુરૂષને વીસની આજુબાજુમાં ક્યાંક લાગુ થાય છે. સમાજ નીતિપ્રધાન હોય તે એ વય જરા વધારે થશે એટલું જ. જે સમાજમાં આ વયના અવિવાહિત તરૂણોની સંખ્યા વધારે તેટલું તે સમાજમાં વેશ્યાનું પ્રમાણ વધારે; એટલે કે સંતતિનિયમનવાળાના અનુયાયીઓ સમાજમાં વધારે નહિ થાય તે વેશ્યાવૃત્તિ વધશે અને તેમના અનુયાયીઓ વધશે તે કુલીન અને સભ્ય સ્ત્રીઓમાં વ્યભિચાર ફેલાશે. પરમેશ્વરની કૃપાથી હિન્દુસ્તાનમાં જ્યારથી બ્રીટીશરાજ્ય આવ્યું છે ત્યારથી હિન્દુસ્તાનને બીજા કેટલા ફાયદા થયા હશે એ કહેવું કઠણ છે, પરંતુ તેમના આગમનથી હિન્દુસ્તાનમાં ન હતી એવી વેશ્યાવૃત્તિ માત્ર ફેલાઈ એ ફાયદો નિશ્ચિત થયો છે! “હિન્દુસ્તાનમાં પ્રથમ વેશ્યાવૃત્તિ અંગ્રેજો લાવ્યા. મીશનરી લેકેએ તેનો ફેલાવ કર્યો. એક બ્રાહ્મણે જુલ્સ
? Contraception, its theory, history and Practico-Maria stopes.
For Private and Personal Use Only