________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં
સમાજઘનાણામ
આવ્યા તે પરથી કઈ બાબતમાં જાળવવું જોઈએ એ વિશે જે કંઈ નિર્ણય થયો હોય તેને ફાયદો લેવાને. એને અંતે મનુષ્યને હિતકારક એવું જીવન કેમ વ્યતિત કરવું એના માર્ગ બતલાવવાનો છે.
પરંતુ આધ્યાત્મિક જીવનમાં માત્ર પૂર્ણ સ્વાતંત્ર્ય છે. એ ઉપરાંત જે મનુષ્યમાં આહાર ભય નિદ્રા મૈથુનાદિ પશુસમાન ધર્મો છે તેવી જ રીતે તેને અહંકાર બુદ્ધિ પણ છે. તેનું પણ સમાધાન થવું જોઈએ; એની વ્યવસ્થા પણ હિંદુઓની સમાજરચનામાં છે. આ સમાજરચનામાં જાતિઓને પિતાના એવા અનન્ય સામાન્ય હો હોય છે. શું એ હકો અહંકાર બુદ્ધિનું સમાધાન કરવાનું મેટું સાધન નથી? સંસ્કૃતિપ્રધાન હિંદુધર્મશાસ્ત્ર માનવજીવનની સર્વ દષ્ટિએ વ્યવસ્થા કરે છે. તેથી હિંદુસંસ્કૃતિ પૃથ્વીતલપરથી નષ્ટ થતી નથી. તે સંસ્કૃતિ પ્રયાગના અક્ષય વટવૃક્ષ જેવી છે. મહાસાગરનાં તોફાની મજા સામે વિનમ્રભાવથી માથું નમાવી તે ફરીથી પિતાની અક્ષય શોભાથી ઉભું રહે છે. આ ધર્મ આયુર્મર્યાદામાં ઈતર સર્વ ધર્મો કરતાં પ્રાચીન છે. એ તે તેના પ્રતિસ્પધીઓને પણ કબુલ કરવું પડે છે. માત્ર જીવવામાં શું અર્થ છે એમ પણ કેટલાક પ્રશ્નો કરે છે, તે તેમને એટલું જ કહેવાનું રહે છે કે માત્ર જીવવામાં કેટલી શકિત જોઈએ છીએ તેને તે વિચાર કરે ! આવી રીતે અત્યંત વિચારપૂર્વક બનેલી સમાજરચના બદલાવવી જોઈએ એ પ્રશ્ન શા માટે ઉભે તેને હવે વિચાર કરીએ. અમને તે તેનું કારણ હેત્વાભાસ માત્ર હોવું જોઈએ એમ લાગે છે.
જે જે રાજક્તઓ હોય છે તેની સમાજરચના શ્રેષ્ઠ હોય છે. હિંદુઓની સમાજરચના એ રાજક્તઓની સમાજરચના નથી.
Arctic Home in Vedas-B. G. Tilak; Rigvedic India by Avinashchandra Das; Indian home and Arctic coloniesN. B. Pavgi.
For Private and Personal Use Only