________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય?
૩૬૩
મૂલ્ય આંખ સામે હોવાથી પાંડવોની માતા કુંતી વ સ્તુ નઃ શષ્યત્ર તે શુટિ: I આવા પ્રકારનું વરદાન માગે છે. અહીં જ મીમાંસકોનું અલૌકિક પ્રતીત થવા લાગે છે. આ વાત લેનાવલાવાસી તર્કતાથે ધ્યાનમાં રાખવી જોઈએ. અલૌકિક મૂલ્યો ( Transcendental values) માનવા તરફ પાશ્ચાત્ય વિચારવાન પુરૂષોની પ્રવૃત્તિ થતી જાય છે એ અમે આગળ કહી ગયા છીએ, એ જ રીતે જ્યાં સુધી સમાજ, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, વગેરે વ્યક્તિ બાહ્ય ધ્યેયથી પ્રેરિત થયેલ હશે ત્યાં સુધી તે સમાજની વધુ સુરક્ષિત રહેશે, પરંતુ પહેલી ત્રણ નિષ્ઠાએ સતત રહેનારી અને અક્ષય ન હેવાથી, ધર્મનિષ્ઠા જ ખરું રક્ષણ કરી શકશે.
ઉપર સમાજનું સંધટિતપણું માપવાનું એક પ્રત્યક્ષ સાધન કહ્યું. હવે બીજું એવું એકાદ સાધન મળે છે કે કેમ તે જોઈએ. મનુષ્યના મનની વિવિધ શક્તિઓમાં સ્થાયીભાવ (Equilibrium) રહી, તેની હિંમત અને શક્તિ પ્રમાણે મનુષ્યના હાથથી કંઈક કાર્ય થતું રહેવું જોઈએ એ સૌ કોઈ કબુલ કરશે. પરંતુ ધારે કે સમાજમાં એવી સ્થિતિ ઉત્પન્ન થઈ કે પરિસ્થિતિમાં વ્યક્તિના મનની સમતેલના નષ્ટ પામી, તેને ગાંડપણ (Insanity) આવવા લાગ્યું; આ ગાંડપણનું પ્રમાણુ જે લોકસંખ્યાની વૃદ્ધિના પ્રમાણે કરતાં વધુ હોય તે તે સમાજના મૂલતમાં કે ઘટનામાં કયાંક પણ ભૂલ થાય છે, એમ માનવામાં હરક્ત નથી. મને દૌર્બલ્ય ( Eeeble-mindedness) અને ગાંડપણ (Insanity) એ જે ગાંડા થવાના બે પ્રકારે છે. તે બંને આનુવાંશિક હોવાથી ગાંડપણની વૃદ્ધિને સંબંધ આખી સમાજધટના સાથે આવી શકશે નહિ, એવી શંકા કોઈક પૂછશે. આ દેશે આનુવાંશિક છે એમ કહેવાથી શું વળવાનું છે? ગાંડાનું પ્રમાણુ સામાન્ય લોકસંખ્યાના પ્રમાણુ કરતા વધુ થવું એનો અર્થ
1 Heredity and Eugenios-Gates,
For Private and Personal Use Only