________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજરચનાશાહ
ગુણ છે. એ બની શકે તેટલો કમી કરવાનો હોય છે. એ તે દરેક વ્યક્તિમાં વસી રહેલે જ છે. આજે ક્ષત્રિય હયાત છે કે નહિ વગેરે પ્રશ્નો લઈ નકામી માથાકુટ કરવી અસ્થાને થશે. આજે ક્ષત્રિયા છે પણ અને નથી પણ. ભગવાન રામચંદ્રને વંશ, યયાતિને વંશ, નિષધાધિપતિ નળને વંશ. એ વંશ જે ક્ષત્રિય હોય છે તે ક્ષત્રિય હાલે નથી. ઉલટ બાપા રાવળના સિસોદિયા પરમાર, યાદવ, વગેરે વંશ ક્ષત્રિય હોય તો તે આજે હયાત છે. ક્ષત્રિયધર્મ જ એ છે કે જુના ક્ષત્રિયવંશો નાશ પામી નવા ક્ષત્રિયવંશો ઉત્પન્ન થાય. પરશુરામે એકવિસ વખત પૃથ્વી નિ ક્ષત્રિય કરી એ દંતક્યા પણ એજ બતાવે છે. ફરીથી શત્રિયવંશ ઉત્પન્ન થાય છે તેનું કારણ યુદ્ધમાં કોઈ પણ સાધારણ બુદ્ધિને માણસ યશ મેળવી શકે છે. તેવું બ્રાહ્મણની વિદ્યાનું નથી. આખું જીવન વિદ્યાભ્યાસ કરનાર મનુષ્ય ઉત્તમ સેનાપતિ થઈ શકે છે. પરંતુ જીવનભર લડાઈમાં કાલ વ્યતિત કરનારે મનુષ્ય ઉત્તમ મુત્સદ્દી થઈ શકતો નથી. ઉત્તમ મુત્સદી માટે શિસ્ત (Discipline) વગેરે સર્વ યુધ્ધપયેગી ગુણ ઉપરાંત
અનેક ગુણોની જરૂર હોય છે. જ્યુલીયસ સીઝર ૫૦ વર્ષ સુધીને કાળ વિદ્યાવ્યાસંગમાં વ્યતિત કર્યા પછી પણ તે વિખ્યાત અને જગન્માન્ય સેનાપતિ થયે, પરંતુ દૈનિબાલ, બાર્ક, લુઈ બુન પિન્સ ડી. કાંડ, માઉંબરે, યુક ઑફ વેલિંગ્ટન વગેરે જગમાન્ય સેનાપતિઓ ઉત્તમ મુત્સદ્દીઓ બની શક્યા નહિ. હૈનિબાલ વિષે તે કેની યુધ્ધ પછી એક સામાન્ય સરદારે એવા ઉદ્દગાર કાઢ્યા હતા કે “આ મહાપુરૂષને યુધ્ધમાં વિજય મેળવતાં આવડે છે પરંતુ તેને ઉપયોગ કરી લેતાં આવડતું નથી.” પ્રથમ સેનાપતિ હેઈ પાછળથી મુત્સદી બન્યાને એક જ જગન્માન્ય દાખલ માર્શલ હિડનબર્ગને છે. પરંતુ સર્વ સાધારણ રીતે ઉપરને સિધાન્ત ત્રિકાલાબાધિત છે. આવી રીતે સંસ્કૃતિ મુખ્યતઃ યુધ્ધપ્રિય બનાવવી એટલે તે સંસ્કૃતિનાશનું સ્વહસ્તે જ બીજારોપણ કરવા સમાન છે.
For Private and Personal Use Only