________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન ડિયા
પ્રાપ્ત થવાથી તેઓ અંદર અંદર વિવાદાદિ સંબંધ કરે છે. આવી રીતે થતા સંકર ઉપાદક વિવાહનું ફળ તેમને પ્રાપ્ત થાય જ છે. સિવાય ક્ષત્રિય લેકને યુદ્ધ પ્રિય હોય છે, તેથી પણ તેમનો નાશ થાય છે. અંગ્રેજોનું રાજ હિંદુસ્તાનમાં થયા પહેલાં એ દેશ આંતરવિગ્રહથી ત્રાસી ગયો હતો. આ પ્રકારનું એક વિધાન ઘણે ઠેકાણે સંભળાય છે. અહીં એક વસ્તુ લક્ષમાં રાખવા જેવી છે કે જે પ્રકારનાં યુદ્ધો હિંદુસ્તાનમાં થતાં હતાં તે પ્રકારના યુદ્ધમાં આખીને આખી લોકસંખ્યા ભાગ લેતી નહિ. સમાજમાં શ્રેષ્ઠ મનાએલા રાજાઓ, સરદાર અને તેમની સેનાએ, આ બધાની અંદર જ જે કંઈગોટાળા થતા હશે એટલા જ. બાકી સર્વ સાધારણ સમાજ પોતાની નૈસર્ગિક રહેણીથી કયારે પણ વિચલિત થતું નહિ. બીજી બાબત એ કે જે પ્રકારની લડાઇઓ હિંદુસ્તાનમાં થતી તે પ્રકારની લડાઈઓ કરનારા વર્ગને નૈસર્ગિક ચુંટણીની દષ્ટિએ થોડી હિતકારક થઈ શકતી હતી. કારણકે તે લડાઈઓમાં શૌર્ય, વૈયદિ ગુણો શરીરશક્તિ પંચેદિની સહન કરવાની શક્તિ વગેરે ગુણોની કસોટી થતી, પરંતુ એકંદરે લડાયકવર્ગના ભાગ્યમાં અંતિમ નાશ જ છે એની કલ્પના આવી શકે, તે માટે યુદ્ધના પરિણામોને વિચાર કરીએ પ્રાચીન કાળમાં
જ્યારે માનવને એક સંઘ બીજ સંધ પર હલ્લે કરતે ત્યારે જે સંધની વ્યક્તિઓમાં, હૈ, ઉત્તમ દષ્ટિ, તેજસ્વિતા, ધૂર્તતા, શારીરિક શક્તિ અને ચીવટ વગેરે ગુગ વધારે પ્રમાણમાં હોય તે સંધ વિજયી બનત. આ પદ્ધતિમાં નૈસર્ગિક ચુંટણીના તને થોડો ઉપયોગ થતે. સમાજની અમુક એક સ્થિતિ સુધી આવું યુદ્ધ હિતકારક હોય છે, અને આવા યુદ્ધોથી સમાજમાં કંઇક વિવક્ષિત ગુણોની વૃદ્ધિ થાય છે. વેંટર બેજહાટ કહે છે કે “યુદ્ધથી શી, સત્યવાદિ, આજ્ઞાપાલન, કડકસીસ્ત વગેરે ગુણો અમુક એક વિવક્ષિત પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અને એ ગુણો સમાજજીવનનો પોષક જ હોય છે.” પરંતુ યુદ્ધશાસ્ત્રમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે, તેમ તેમ યુદ્ધ
For Private and Personal Use Only