________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન વિચાર
૩૨૧
આધુનિક સભ્ય ગૃહસ્થોને પૂછવાની ઇચ્છા થાય છે કે, “ધાર્મિક કે સામાજિક આચાર અને જીવનવૃત્તિ માટે ધંધે એ બંને વચ્ચે તમને કંઈ ભેદ લાગે છે કે નહિ ?” ઉપર કહ્યા ત્રણ આચારનું પરિપાલન કરવા દ્રવ્યની જરૂર ખરી કે? ક્ષત્રિયોને પણ જીવનયાત્રા માટે ધનની આવશ્યકતા હોય છે, તેઓ માત્ર વાયુ ભક્ષણ કરી રહી શકતા નથી. અહીં ક્ષત્રિયો કોને કોને કહેતા, અને ક્ષત્રિય એ કેઈક જાતિ હતી કે શું, અને હાલ છે કે શું એને વિચાર કર જોઈએ. ઈતિહાસ સંશોધક રાજવાડેના મતાનુસાર ચાતુર્વર્યાની અંદર ક્ષત્રિય એ એક સમૂહ હતા. તેઓ પાછળથી કહે છે કે, “ આ બ્રાહ્મણ નામના આર્ય લેકને પામીરના ઉચ્ચ પ્રદેશમાં (Plateau) રકતવણું બીજા એક પ્રકારના લેકે મળ્યા. રકતવણું લેકે શૌર્યમાં સિંહ જેવા, કૌર્યમાં વરૂ જેવા, કજીયાખર વૃત્તિમા કુકડા જેવા અને સહનશક્તિમાં કુતરા જેવા હાઈ બુદ્ધિમાં જરા મંદ હતા” ઐતરેયારણ્યકારોએ તે ક્ષત્રિયોને વ્યાધ્રની ઉપમા આપી છે. “ક્ષત્ર વા પત માથાનાં જૂનાં થr:' આ મંદ બુદ્ધિના રક્તવર્ણ લકે પર તીવ્ર બુદ્ધિના, શુકલવર્ણના લેકેની ઉંડી છાપ બેઠી, અને વેદ સાહિત્યમાં બ્રહ્મક્ષત્ર નામક જગપ્રસિદ્ધ દૂધ ઉત્પન્ન થયું. ચાતુર્વર્યના બહાર પણ આયુધજીવી સંધે હતા જ ચાતુર્વર્ય બ્રહ્મક્ષત્રિય (આયુધજીવી સંધ) પશું, અસુર ઇત્યાદિ નામથી પ્રસિદ્ધ હતા. આ બધા આયુધજીવી સંઘને પાછળથી ક્ષત્રિય ( Feudal barons) એ શબ્દથી સંબોધવા લાગ્યા હેવા જોઈએ એમ લાગે છે, તેથી “ક્ષત્રિય ક્ષાર એ નિયમ કહ્યો છે. ક્ષત્રિયોએ રાજ્ય મેળવી પ્રજાનું રક્ષણ કરવું, પ્રજાનું અને ધર્મનું રક્ષણ એ ક્ષત્રિયોને ધર્મ.
આ પદ્ધતિમાં રાજસત્તા એકમુખી હતી. સર્વતંત્ર સ્વતંત્ર
પ્રસ્તાવના–વિ. કા. રાજવાડે.
૧ રાષામાધવવિલાસ ૨ મ.
For Private and Personal Use Only