________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર
આનુવંશિક પ્રક્રિયા જેવું કંઈ પણ નહિ હોય તો બીજી પેઢીએ ઉત્પન્ન થનારાં જનાવરમાં કઈ પણ રંગનાં માબાપની સંતતિ હોય તે પણ રંગદષ્ટિએ તે ઉપર બતાવેલું પ્રમાણુ જ પડવું જોઈએ. એટલે કે તેમનું રંગદષ્ટિએ સરખાપણું કઈ પણ વિવક્ષિત માબાપ સાથે ન હતાં સર્વ સાધારણ સમૂહ સાથે લેવું જોઈએ, પરંતુ પ્રત્યક્ષ પ્રયોગ કરી જવાથી તેનું પ્રમાણ પડયાનું મળી આવતું નથી. બાંડા બળદથી કોઈ પણ પ્રકારની રંગીત ગાયને સંતતિ થાય તે સંતતિમાં બાંડી સંતતિનું જ પ્રમાણ વધારે રહેશે. મનુષ્યપ્રાણીઓમાં ઉંચાઈના ગુણને અભ્યાસ કરતાં એ જ પ્રમાણ પડે છે. એટલું જ નહિ પણ માબાપની ઉંચાઈ ખબર હોય તે છોકરાછોકરીઓની ઉંચાઈ સામાન્યતઃ કેટલી હશે એક દર્શાવનારો એક કાઠે પણ ડે. પીઅરસને આપ્યો છે. આવી રીતે માતપિતાઓની ચુંટણી કરી અને તેની ચુંટણી ઘણું પેઢીઓ સુધી કરવામાં આવે તે તે સંતતિમાં ચુંટાયેલે જ ગુણ સ્થિર થઇ જશે. તે સર્વ પ્રજા મુખ્યત્વે કરીને તે ગુણની બાબતમાં ચમકી શકે છે. એટલે કે તે સંતતિ તે ગુણની બાબતમાં શુદ્ધ થાય છે. અન્ય ગુણોની બાબતમાં તે સંતતિ અસ્થિર (Heterozygous) હોઈ શકશે. આ ઉપરથી કઈ પણ એક ગુણમાં શુદ્ધ થતી ગયેલી સંતતિમાં ઈતર કેટલાક બીજી પ્રજાઓમાં દષ્ટિગોચર થતા ગુણે ઓછા વત્તા પ્રમાણમાં મળી આવે છે, એમ બતાવી તે બંને પ્રજાને સમાન માનવી એ એક મેટી ભૂલ છે. આ દષ્ટિએ કઈ પણ એકાદ બાબત વિષે વંશનું અભિમાન હોવું અત્યંત ઇષ્ટ છે. આવાજ પ્રકારે જુદા જુદા ગુણની ચુંટણી કરતા જવું હિતકારક છે.
એ જ નિયમે માનસિક ગુણોની બાબતમાં પણ તેટલા જ સાચા પડે છે. “જેઓ આ વિષે શંકાશીલ છે તેમનું આનુવાંશિક
Recent work on Heredity-Pearson
For Private and Personal Use Only