________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાણા
સમજી લેનારા) અને પરિસ્થિતિ સુધરતાં વંશ સુધરશે એવી કલ્પના કરનારા ભાવનાપ્રધાન સમાજસુધારકે, જે જે કલ્પનાઓ, જે જે મતે આગળ ધરે છે, તેમનાથી સર્વ સાધારણ મનુષ્યના અંતઃકરણની ભાવના ઉશ્કેરાય છે, એમાં જરાપણ શંકા નથી. પરંતુ તેમને મૂળમાં ગૃહીત માનેલે સિદ્ધાન્ત જ હજુ સિદ્ધ થવાને છે. અમારે પિતાને મત એવો છે કે કારેલાંના વેલાની આસપાસ સાકરને ક્યારે કરીશું, તે પણ કારેલાને મીઠાશ આવશે નહિ. નિર્વિષ અને વિષારી એવા બંને પ્રકારના સર્પોને જન્મથી દૂધ ઉપર રાખીશું, તો પણ નિવિષ સર્પના શરીરમાં વિષ ઉત્પન્ન થશે નહિ. અને વિષારી સર્પમાં વિષ જરાપણું ઓછું થશે નહિ. આ પ્રયાગ અમારા સમાજસુધારકેએ કરી જોવા જેવો છે. એઓ કરી જુએ એવી અમારી નમ્ર વિનંતિ છે આ જ સર્પની નિર્વિષ જાતિઓ આગળની નાગાદિ જાતિઓ કરતાં કેમ શ્રેષ્ઠ હતી એ બાબત તેઓને કર્મવીર વિઠ્ઠલ રામજી શિદે બિશપ કાલ્ડવેલને દ્રાવીડી ભાષાના વ્યાકરણની મદદથી સિદ્ધ કરી આપશે. શારીરિક અને માનસિક અગતિ કેને કહેવી, તે સ્થિતિનું માપન કેમ કરવું. તેવી સ્થિતિ શા કારણેથી ઉત્પન્ન થાય છે, અને શું કર્યાથી નષ્ટ થશે, આ સર્વ બાબતનો વિચાર કર્યા વગર શારીરિક અને માનસિક અધોગતિના પ્રશ્નને નિર્ણય કાયદાના નિર્બલ ટેકાવડે કરી શકાશે નહિ; કાલ્ડવેલનું વ્યાકરણ આ બાબતમાં નિરૂપાગી છે. શારીરિક અને માનસિક દ્રષ્ટિએ (આજ આવી કાલે જનારી ક્ષણિક રાજકીય દૃષ્ટિએ નહિ.) સમાજને ઉત્કૃષ્ટ સ્થિતિમાં રાખવાને એક જ માર્ગ છે, અને તે એ કે સમાજના શ્રેષ્ટ ઘટકની સંતતિ પ્રત્યેક પેઢીએ વૃદ્ધિગત થતી જાય અને હલકા ઘટકની સંતતિ ઓછી થતી જાય, એવા પ્રકારની સામાજિક વ્યવસ્થા રાખવી. આના સિવાય બીજો એક પણ માર્ગ હા સુષ્ટિમાં મળ્યું નથી હલકા સમાજમાંથી શ્રેષ્ઠ પુરૂષ નિર્માણ થાય છે એ જાતને ભ્રમ કે આવા પ્રકારની હાલે ફેલાવવામાં આવેલી
For Private and Personal Use Only